Gruesome Death Of Worker : 23 વર્ષીય યુવાનનું મિલમાં કામ કરતી વખતે થયું મોત. પોલીસે બોડીને કબજે કરીને પોસ્ટમોટર્મ માટે મોકલી.
ડ્રમ મશીન મા માથુ આવી જવા થી ઘટના
સુરત જિલ્લાના પલસાણા તાલુકાની શ્રી નવીન મિલમા કામ કરતા યુવાનનુ ડ્રમ મશીન મા માથુ આવી જવા થી ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા ના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘટના બનતા સમગ્ર મિલમાં હલચલ મચી જવા પામી હતી.
23 વર્ષીય કારીગરનુ નામ સલમાન ખાન રમજાન ખાન છે
સુરત જિલ્લાના તાંતીથૈયા ખાતે આવેલી શ્રી નવીન મિલમા એક કારીગરનુ ડ્રમ મશીનમા માથુ આવી જતા તેનું ઘટના સ્થળેજ મોત થયુ હતુ. દુખદ દુર્ઘટનાની વાત વાયુવેગે કંપનીમા ફેલાતા કારીગરોમા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મરણ જનાર 23 વર્ષીય કારીગરનુ નામ સલમાન ખાન રમજાન ખાન છે. અને તે ઉત્તર પ્રદેશના જલોન જીલ્લાનો રહેવાશી છે. અને હાલ કડોદરા ખાતે રહેતો હતો. પોલીસે તેનો મૃતદેહ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિસ્તારમાં આવેલી વિવિધ ઔદ્યોગિક એકમો માં કામ કરતાં કામદારોની સુરક્ષાને લઈને અનેકોવાર સવાલો ઊભા થાય છે. પરંતુ જ્યારે આવી ઘટના બને છે. ત્યારે સુરક્ષાની વાતો કર્યા બાદ થોડા દિવસ પછી ફરીથી મિલ માલિકોની મંમાની શરૂ થઈ જાય છે. અને અનેકો અકસ્માતો બનતા રહે છે. અને મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવતા કારીગરો જીવના જોખમે કામ કરવા મજબૂર બની જાય છે.
Gruesome Death Of Worker : માલિકો બેફામ બનીને મજૂરો કારીગરોનું આર્થિક શોષણ કરે છે
ફેક્ટરી ઇન્સ્પેકટર સહિતના સંબધિત અધિકારી અને વિભાગો હમેશા મિલોમાં સુરક્ષાની કમીની બાબતો નજર અંદાજ કરતાં રહે છે જેના કારણે ફેક્ટરી માલિકો બેફામ બનીને મજૂરો કારીગરોનું આર્થિક શોષણ કરે છે સાથે સાથે જીવના જોખમે પણ કારીગરો કામની જરૂરત હોવાથી કામ કરવા મજબૂર બની ને કામ કરે છે.. ત્યારે હવે સંબંધિત વિભાગો દ્વારા સખ્ત કાર્યવાહી કરીને દાખલો બેસદવાની જરૂરત ઊભી થઈ છે જેથી ભવિષ્યમાં આવ અબન્તા બનાવો રોકી શકાય.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
VNSGU 55th Convocation: ભરૂચની ૨૩ વર્ષીયને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત