HomeGujaratGRD Soldier Murder Case : GRD જવાનની હત્યા પ્રકરણમાં મોટી સફળતા પોલીસે...

GRD Soldier Murder Case : GRD જવાનની હત્યા પ્રકરણમાં મોટી સફળતા પોલીસે સોપારી લઈને હત્યા કરનાર આરોપીને ઝડપ્યા – India News Gujarat

Date:

GRD Soldier Murder Case : મુખ્ય સૂત્રધાર હજી પોલીસ પકડથી દૂર. હત્યા કરવા પાછળનું કારણ હજી સુધી સ્પસ્ટ નથી થયું.

ચાર આરોપીઓને ઝડપી લીધા

કડોદરા જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા યુવકની હત્યા પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે હત્યાની સોપારી આપનાર મુખ્ય સૂત્રદાર સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ઈસમો બાઈકો અને મોપેડ લઈ આવી હુમલો કર્યો હતો

કડોદરા GIDC પોલીસ મથકમાં GRD તરીકે નોકરી કરતા. અને પલસાણા તાલુકાના શેઢાવ ગામે આમલેટની લારી ચલાવતો કિશન રાઠોડ નામનો યુવક. ગત 20 તારીખના રોજ પોતાની લારી પર હાજર હતો. તે દરમિયાન કેટલાક ઈસમો બાઈકો અને મોપેડ લઈ આવી કિશન રાઠોડ પર હુમલો કર્યો હતો. કિશન રાઠોડે પ્રતિકાર કરતા તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. અને મોતને ઘાટ ઉતારી તમામ ઈસમો ભાગી ગયા હતા. ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

બે મોપેડ, રોકડા, ત્રણ મોબાઈલ સહિત. 1.18 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા

સુરત જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફુટેજના આધારે. હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર જેટલા ઇસમોને બે મોપેડ, રોકડા, ત્રણ મોબાઈલ સહિત. 1.18 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.અને તેઓની પૂછપરછ કરવામાં આવતા તેઓને કિશન રાઠોડની હત્યાની સોપારી. શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદવ એ આપી હોવાનું જણાવ્યું હતું. અને બાદમાં પૈસાની લાલચે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી. બે દિવસ રેકી કરી GRD જવાનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

9 જેટલા ઇસમોને વોન્ટેડ

પોલીસે હાલ હત્યાના ગુનાના મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદ સહિત 9 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારે આ ગુનાનો મુખ્ય આરોપી શિવકાંત ઝડપાશે બાદ જ ખબર પડશે સાચું હત્યાનું કારણ. પોલીસે મુખ્ય સૂત્રોધાર સહિતના આરોપીઓને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

National Road Safety Month: સુરતના ટ્રાફિકને કંટ્રોલ કરવો સૌથી મોટો પડકાર, રોડ સેફટી વીકની ઉજવણીની શરૂઆત કરાય

તમે આ પણ વાચી શકો છો :

Shettar back in BJP: સાત મહિના કોંગ્રેસમાં રહ્યા બાદ પૂર્વ CMની ઘરવાપસી

SHARE

Related stories

Latest stories