Surat માં રાશનની દુકાનનું અનાજ SMCના ગોડાઉનમાંથી મળ્યું – India News Gujarat
Surat ના ઉધના ઝોનના ભેસ્તાન વિસ્તારમાં Surat SMC ના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ એડી.સીટી.ઇજનેરને મળતા તેઓએ તાત્કાલિક તપાસ કરાવીને એસઆરપી જવાનોની ટીમ અને માર્શલ સિક્યુરિટીને સાથે રાખી ત્રણ દુકાનોમાંથી 300 અનાજની ગુણો કબ્જે લઇ ત્રણેય દુકાનો સીલ કરી દીધી હતી . જોકે આ તમામ અનાજનો જથ્થો સરકારી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.
- Suratમાં ગરીબોના સરકારી અનાજ સગેવગે
- ભેસ્તાન પાસેની SMCની દુકાનમાંથી મળ્યું સરકારી અનાજ
- 300થી વધુ સરકારી ગુણ SMCએ સિઝ કરી ઘઉં અને ચોખાની ગુણો કરી કબ્જે કરી
Surat SMC ની ટીમે ઘઉં , ચોખા તથા મીઠાની આશરે 300 ગુણો નો જથ્થો જપ્ત કરીને ત્રણેય દુકાનો સીલ કરી હતી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. પુરવઠા વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હતું અને SMCની ટીમે સમગ્ર કામગીરી કરી ગરીબ લોકોને મળવાનું અનાજ સગેવગે થતા અટકાવ્યું હતું. – LATEST NEWS
પાલિકાએ આ સંદર્ભે પુરવઠા વિભાગને જાણ કરી છે. ભેસ્તાનમાં પાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે પ્રવૃતિની ફરિયાદ મળતાં પાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને એડી.સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેર દ્વારા સ્થળ વિઝીટ કરી Surat SMC ના શોપિંગમાં આ દુકાનો એલોટ થયેલ છે કે કેમ તેની ચકાસણી કરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. – LATEST NEWS
અસામાજિક તત્વોએ અનાજની ગુણોનો સંગ્રહ ક૨વામાં આવ્યો હોવાનું બહાર આવ્યું – India News Gujarat
Surat SMC દ્વારા ચકાસણી કરવામાં આવતા આ દુકાનોની ફાળવણી થયેલ ન હોવાનું સામે આવ્યું હતું . જેથી આજે SMCની ટીમ એસઆરપી જવાનો અને માર્શલો સાથેની ટીમ સાથે શોપિંગ સેન્ટરની દુકાન નં . 37,38,39 માં તપાસ કરતા અસામાજિક તત્વોએ અનાજની ગુણોનો સંગ્રહ ક૨વામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું ..
Surat SMC દ્વારા બનાવી દેવામાં આવતા શોપિંગ સેન્ટરો સમયસર ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે . અમરોલીમાં પણ આવી જ રીતે એક જ કોમ્પ્લેક્ષમાં 44 દુકાનો પર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરાયો હતો . હવે ઉધના ઝોનમાં પણ Surat SMC ના શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ દુકાનમાં અસામાજિક તત્વોએ કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું છે. – LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Surat Police CCTV- 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી
તમે આ વાંચી શકો છો: Gujaratની schoolsમાં જાહેર થયું 35 દિવસનું Summer vacation