Government Employees Attacked: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ સાથે પશુપાલકોની બબાલ
લાકડાના ફટકા ઝીંકી કર્મચારીને કર્યો ઈજાગ્રસ્ત
સુરતમાં રખડતાં ઢોરને લઈને પાલિકા અને પશુપાલકો છાસવારે આમને સામને આવી જતાં હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે રખડતાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયો હતો. ખુલ્લામાં રખડતી ગાયને પકડીને વાહનમાં ચડાવતી વખતે પશુપાલકો આવી ગયા હતાં. જેમણે બબાલ કર્યા બાદ લાકડાના ફટકા વડે હુમલો કરતાં કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.
ગાય છોડાવવા ગયેલા પશુપાલકો દ્વારા કરાયો હુમલો
પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર અંગેની ઉઠેલી ફરિયાદોને લઈને વહેલી સવારે જ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતાં ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખુલ્લામાં ઉભેલી ગાયને પાલિકાના કર્મચારીઓ બાંધીને લઈ જઈ રહ્યા હતાં એ દરમિયાન જ હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં બબાલ થઈ હતી. બાદમાં વાતાવરણ ઉગ્ર બની જતાં મહિલાઓ અને પુરૂષોએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં માથાના ભાગે ઈજા પહોંચતા પાલિકાના કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હુમલા અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે અવારનવાર હુમલાઓ થતાં હોવાથી પોલીસનું પ્રોટેક્શન મળે તે પ્રકારની તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવે એવી પાલિકા કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
Government Employees Attacked: ગાળો બોલી દંડાના ફટકા મારીને કર્મચારીને કરાયા ઘાયલ
વહેલી સવારે ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ ઉપર સ્થાનિક મહિલાઓ તથા પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં થયેલા હુમલા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટના સ્થળે પોલીસ એક ઇસમને ઝડપી પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથેજ હુમલામાં સામેલ વૃદ્ધ મહિલા ને પણ પોલીસ ઝડપી પાડી છે. આ હુમલામાં પાલિકાના એક કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ છે. પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પોહચી હુમલામાં વધુ સામેલ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: