ગુજરાતના રમતવીરો માટે સારા સમાચાર, 9 જિલ્લામાં બનશે સ્પોર્ટ્સ સંકુલ
રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારાને ચરિતાર્થ કરવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત 9 જિલ્લામાં અદ્યતન સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે. જ્યાં રમત-ગમત ક્ષેત્રે રસ ધરાવતા બાળકોને કોચિંગ આપવામાં આવશે.
વિધાનસભા ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યના 9 જિલ્લામાં નવા સ્પોટ્સ સંકુલ ઉભા કરવામાં આવશે. આનાથી યુવાઆને એક પ્લેટફોર્મ મળશે. નોંધનીય છે કે સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી.
રમત-ગમતમાં રસ ધરવાતા લોકોને જરૂરી સગવડ મળી રહે અને ભવિષ્યમાં તેઓ મોટી સ્પોર્ટસ પ્રત્યોગિતામાં ભાગ લઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણયના કારણે રમત-ગમત ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને મોટો ફાયદો થશે અને તેમને રમત-ગમત ક્ષેત્રે વધુ તેજ ગતિએ આગળ વધવામાં મદદ મળશે.
આ 9 જિલ્લામાં બનશે સ્પોર્ટસ સંકુલ
- સુરત
- વલસાડ
- નવસારી
- દેવભૂમિ દ્વારકા
- ગીર-સોમનાથ
- મોરબી
- મહીસાગર
- છોટા ઉદેપુર
- અરવલ્લી