વરસાદના આગમનની રાહ જોતાં Farmersમાટે સારા સમાચાર
વરસાદના અનુમાનની રાહ જોતા ખેડૂતો (Farmers) માટે ખૂબ આનંદના સમાચાર (Good News)છે. હવામાન વિભાગના તાજા અનુમાન પ્રમાણે આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં 29મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. કેરળમાં વરસાદ પડ્યાના 15 દિવસ આસપાસ ગુજરાતમાં વરસાદની પધરામણી થતી હોય છે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
અંબાલાલના કહેવા પ્રમાણે લા નીનો ન્યુટલમાં સારો વરસાદ રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે. દક્ષિણ વિસ્તારમાં 80થી 100 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં 30 ઇંચથી વધારે વરસાદ, તો મધ્ય ગુજરાતના ભાગોમાં 32 ઇંચ જેટલો વરસાદ થવાનું અનુમાન છે.
હવામાન વિભાગનું અનુમાન:આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. બીજી તરફ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પડેલો વરસાદ
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બે વર્ષ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.
વર્ષ | વર્ષ | સરેરાશ વરસાદ |
2017 | 35.77 | 112.18% |
2018 | 25.1 | 76.73% |
2019 | 46.95 | 146.17% |
2020 | 44.77 | 136.85% |
2021 | 32.56 | 98.48% |
દર વર્ષની ધારણ પ્રમાણે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ વરસાદનું આગમન થઈ શકે છે.