HomeGujaratdiamond industry માં મંદીની અસરને પગલે અઠવાડિયામાં બે દિવસની રજા શરૂ કરાશે-India...

diamond industry માં મંદીની અસરને પગલે અઠવાડિયામાં બે દિવસની રજા શરૂ કરાશે-India News Gujarat

Date:

Diamond Industryના અચ્છે દિન ગયા!

Diamond Industry માં હાલના સમયે રફ હીરાની અછત Shortage સામે તૈયાર હીરાના ભાવો ડાઉન (Down)જતાં ફરી એકવાર મંદી જેવી સ્થિતિનું વાતાવરણ બની ચૂક્યું છે. જેને કારણે કેટલાંક કારખાનેદારોએ કામના કલાકો ઘટાડ્યા છે તો અન્ય કેટલાંક કારખાનેદારોએ હવેથી સપ્તાહમાં બે રજાની અમલવારી શરુ કરવાનું નક્કી કર્યુ છે.

કોરોનાની કમાણી હીરાની મંદીમાં સમાણી -India News Gujarat

કોરોના કાળ દરમિયાન  Diamond Industry માં તેજીનો જોરદાર પવન ફૂંકાયો હતો. વિકટ પરિસ્થિતિમાં પણ Diamond Industryમાં વાતાવરણ સારું રહ્યું હતું. એટલે સુધી કે આ તેજીની વહેતી ગંગામાં પોતાનો વ્યવસાય ન હોય એવાં ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારીઓ પણ હાથ ધોવા માંડ્યા હતા. અને આ ઇન્ડસ્ટ્રી માં ઈન્વેસ્ટ કર્યું હતું. એમણે મોટા પ્રમાણમાં હીરાની રફ ખરીદી હતી. હવે મંદી આવતાં કોરોનાની કમાણી હીરાની મંદીમાં સમાણી જેવો ઘાટ થયો છે.-India News Gujarat

મંદીના કારણે હીરા કારખાનેદારોએ કામના કલાકો ઘટાડી નાખ્યા

કોરોનાની બીજી લહેર બાદ હીરાઉદ્યોગમાં સ્થિતિ તદન બદલાઇ હતી અને Diamond Industry ની ગાડી ટોપ ગિઅરમાં ચાલી રહી હતી. ત્યારબાદ હવે વર્તમાન સમયમાં રશિયા અને યુકેન યુદ્ધ સહિત અન્ય કેટલાંક પરિબળોને કારણે વૈશ્વિક કક્ષાએ પોલીશડ ડાયમંડની માગ ઘટી જવા સાથે-સાથે રફ હીરાની પણ અછત સર્જાતા સમગ્ર Diamond Industry પર તેની નકારાત્મક અસર પડી છે.

  •  નકારાત્મક અસરોને કારણે સુરત શહેરના કેટલાંક હીરા કારખાનેદારોએ કામના કલાકો ઘટાડી નાખ્યા છે. તો કેટલાંક કારખાનેદારો હવેથી સપ્તાહમાં રત્ન કલાકારો માટે બે રજાના અમલીકરણ કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

હીરાઉદ્યોગની વર્તમાન ડામાડોળ પરિસ્થિતિને કારણે નાના-મોટાં હીરા કારખાનેદારો થોભો અને રાહ જુઓની નીતિને અનુસરીને રફ હીરાની ખરીદી અટકાવી દીધી છે.પોલીશડ ડાયમંડનું બજાર આગામી સમયમાં સુધરે તો કારખાનેદારો વેપાર કરવાના મૂડમાં આવે એવા સંજોગો બજારમાં હાલના સંજોગોમાં તો ઉદ્ભવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં ઉદ્યોગની સ્થિતિ પર વેપારીઓ નજર રાખીને બેઠાં છે.

રત્નકલાકારો માટે પેકેજની માગણી સુરતના હીરા ઉદ્યોગમાંથી પણ ઉઠે તેવા એંધાણ

હાલ હીરા ઉદ્યોગમાં પાંખા કામકાજને કારણે ભાવનગર, અમરેલી ખાતેના હીરાના કારખાનામાં કામકાજ નહીંવત્ થઈ ગયા છે. અમરેલી, ભાવનગરના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને મંદીના સમયમાં ખાસ આર્થિક પેકેજ આપવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે. સરકારથી લઈને ઉદ્યોગપતિઓના સંગઠનને પણ રજૂઆત કરી દેવામાં આવી છે. હવે  મળી રહ્યા છે.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: bridge city સુરતમાં 480 કરોડના ખર્ચે વધુ 4 નવા બ્રિજ ધમધમતા થશે

તમે આ પણ વાંચી શકો છો: Petrol Diesel Price Today : આજે સતત 20મા દિવસે પણ નથી બદલાયો પેટ્રોલ અને ડીઝલના ભાવ

SHARE

Related stories

Latest stories