GOLD : દેશમાં Gems and Jewellery exportsમાં 56%નો ઉછાળો આવ્યો, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું-India News Gujarat
- Gold:કુલ જેમ્સ અને જ્વેલરીની નિકાસ માર્ચમાં 4.33 ટકા વધીને 3.39 અબજ ડોલર થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 3.40 અબજ ડોલરથી 0.46 ટકા ઘટી છે.
- જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પ્રમુખ કોલિન શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ભારતની નિકાસ 54 ટકા વધી છે.
- ગત નાણાકીય વર્ષમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ(Gems and Jewellery exports)માં 56 ટકાનો બમ્પર ઉછાળો નોંધાયો હતો.
- નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 39.15 બિલિયન ડોલરની કિંમતના જેમ્સ અને જ્વેલરીની નિકાસ કરી હતી.
- નાણાકીય વર્ષ 2020-21માં ભારતે કુલ 25.40 અબજ ડોલરની નિકાસ કરી હતી. ભારતની નિકાસમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો મોટો ફાળો છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની સોનાની આયાત(India Gold Import)માં 33.34 ટકાનો વધારો નોંધાયો હતો.
- નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 46.14 અબજ ડોલરના સોનાની (Gold)આયાત કરી હતી.
- નાણાકીય વર્ષ 2020-21માં ભારતે 34.62 અબજ ડોલરના સોનાની આયાત કરી હતી. સોનાની આયાતમાં આ બમ્પર તેજી ચાલુ ખાતાની ખાધને પણ અસર કરે છે. નાણાકીય વર્ષ 2022 માં, ભારતે સોનાની આયાત કરતાં ઓછી જ્વેલરીની નિકાસ કરી છે.
- કુલ જેમ્સ અને જ્વેલરીની નિકાસ માર્ચમાં 4.33 ટકા વધીને 3.39 અબજ ડોલર થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 3.40 અબજ ડોલરથી 0.46 ટકા ઘટી છે.
- જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પ્રમુખ કોલિન શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ભારતની નિકાસ 54 ટકા વધી છે.
- તેમણે કહ્યું કે 39.15 બિલિયન ડોલરની વાર્ષિક નિકાસ સાથે ભારતના આ ક્ષેત્રે દેશના 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંકમાં 10 ટકા યોગદાન આપવાનું વચન પૂર્ણ કર્યું છે
કુલ નિકાસમાં પોલિશ્ડ હીરાનો હિસ્સો 62 ટકા છે
- કુલ જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં પોલીશ્ડ અને પોલીશ્ડ હીરાનો હિસ્સો 62 ટકા અથવા 24.23 બિલિયન ડોલર છે.
- અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, બેલ્જિયમ અને ઈઝરાયેલમાં માંગ વધી છે. ભારતની નિકાસમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો મોટો ફાળો છે.
- તાજેતરમાં ભારતે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેની મદદથી ભારતની જ્વેલરી એક્સપોર્ટમાં મદદ મળશે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 52420.00 -208.00 (-0.40%) – 09:27 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedabad | 54361 |
Rajkot | 54377 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 53970 |
Mumbai | 53790 |
Delhi | 53790 |
Kolkata | 53790 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 48489 |
USA | 47632 |
Australia | 47651 |
China | 4755 |
તમે આ પણ વાંચી શકો છો–
Opening Bell :કારોબાર લાલ નિશાન નીચે સરક્યો
તમે આ પણ વાંચી શકો છો–
Credit Card:હવે તમે તમારા ફોટાવાળો ક્રેડિટ કાર્ડ બનાવી શકો છો