Glory Of Ashok Tree :
- અશોક વૃક્ષ પર્યાવરણ અને સ્વાસ્થ માટે ખૂબ ઉપયોગી.
- 21000 અશોક વૃક્ષ લોકોને દાનમાં આપવાનો સંકલ્પ પર્યાવરણ પ્રેમી યુવાનનો અનોખી રામ ભક્તિ.
પર્વની જેમ ઉજવવાનો પ્રયાસ
- સુરતમાં વેપારી વર્ગ હોય સાધુ સંતો હોય કે પ્રજાજન હોય તે લોકો પણ આ પ્રાણ પ્રતિષ્ઠાને એ ખાસ પર્વની જેમ ઉજવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- સુરત શહેર ડાયમંડ સિટી, ડ્રીમ સિટી, ટેક્સટાઇલ સીટી તરીકે તો જાણીતું છે જ સાથે સાથે કોઈપણ તહેવાર હોય ત્યારે સૌથી પહેલા આવું આયોજન સુરત શહેર દ્વારા કરાતું હોય છે.
આશરે 21 હજારથી વધુ લોકોને આપવાનું નિર્ણય
- સુરત શહેરમાં ડાયમંડના વેપારીઓ હોય જ્વેલર્સના વેપારીઓ હોય કે ટેક્સટાઇલના વેપારીઓ હોય તે તમામ લોકો અયોધ્યા મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોત પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે.
- ક્યાંક કોઈ ભગવાન રામ અને સીતા માટે અહીંથી અયોધ્યા જઈ રહ્યું છે તો કોઈક તેમના માટે સોના ચાંદીના આભૂષણો બનાવી રહ્યા છે.
- કોઈક માં સીતા માટે સાડી બનાવી રહ્યું છે તો કોઈક લોકો માટે ખેસ અને ટોપી બનાવી રહ્યું છે.
- પરંતુ સુરત શહેરમાં એક નવા જ પ્રકારનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.
- માતા સીતાને જ્યારે રાવણ પોતાની લંકામાં લઈ ગયો હતો ત્યારે માતા સીતાએ અશોક વૃક્ષ નીચે આશરે લીધો હતો.
- તે અશોક વૃક્ષના છોડ આશરે 21 હજારથી વધુ લોકોને આપવાનું નિર્ણય સુરત શહેરમાં વસતા અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
- પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ભગવાન રામનું આગમન હોય અને માતા-પિતાને યાદ ન કરાય એવું બને જ નહીં.
- તે અનુસંધાને માતા સીતાએ જે અશોક વૃક્ષ નીચે આશરો લીધો હતો તે અશોક વૃક્ષનું મહત્વ એટલું છે અને તે કેટલું પવિત્ર છે તે હેતુથી આગામી 16 જાન્યુઆરીના રોજ અમે 21,000 અશોક વૃક્ષ લોકોને દાનમાં આપવાનું વિચાર્યું છે.
- જેના માટે અત્યાર સુધી 15 થી 16 હજાર જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને વધુમાં વધુ લોકો હજી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
- ત્યારે આ વૃક્ષને અમે નિશુલ્ક આપવાના છીએ. અશોક વૃક્ષની માત્રા ગુજરાતમાં બહુ જ ઓછી છે.
- તેના કારણે અમે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં જ્યાં અશોક વૃક્ષના છોડ મળી રહે છે તે અમે ત્યાંથી મંગાવી અને લોકોને આપીશું.
તમે આ પણ વાચી શકો છો :
Lord Ram Hymn In Tribal Language: આદિવાસી ભાષામાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર જણાવતું પારંપરિક ગીત
તમે આ પણ વાચી શકો છો :
અમે અયોધ્યા જઈશું પણ… કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતનું રામ મંદિરને લઈને મોટું નિવેદન