Global Patidar Summitમાં અંદાજે પાંચ લાખ લોકો મુલાકાત લેશે – India News Gujarat
Global Patidar Summit 2022નું સુરતના આંગણે આગામી તારીખ 29મી એપ્રિલથી 1લી મે સુધી આયોજન કરવામાં આવ્યુ છે. ત્રણ દિવસના Global Patidar Summit સુરતના સરસાણા ખાતે આવેલા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર કાતે યોજાશે. Global Patidar Summitનું વર્ચ્યુઅલ ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. તેમજ આ ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય સભાના સાંસદ પુરૂષોત્તમ રૂપાલા, ભાજના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સહિત અનેર રાજકીય અને સામાજીક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે એવુ મનિષ કાપડીયાએ જણાવ્યું હતું.- India News Gujarat
Global Patidar Summitના માધ્યમથી ઉદ્યોગકારોને વૈશ્વિક ફલક પર પ્લેટફોર્મ આપવા પ્રયાસ- India News Gujarat
Global Patidar Summitમાં વાપીથી તાપી સુધીના તમામ નાના મોટા ઉદ્યોગ સાહસિકો ભાગ લેવાના છે. સામાજિક સમરસતાના ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 38 ટકા જેટલું યોગદાન આપવામાં આવશે. સમિટમાં 13થી 15 અલગ-અલગ ચેપ્ટર ભાગ લેશે. જેમ કે, ડેરી ઉદ્યોગ એગ્રીકલ્ચર આઇટી અને ફાર્મા. સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે. ખાસ કરીને ત્રણ દિવસના આ Global Patidar Summitમાં અંદાજે પાંચ લાખ લોકો મુલાકાત લેશે એવુ ગગજીભાઇ સુતરીયાએ જણાવ્યુ હતું. તેમજ કહ્યું હતું કે, અમારો લક્ષ્ય પાટીદાર સમાજ સહિત તમામ સમાજના લોકોને એક નવુ પ્લેટફોર્મ મળી રહે એ છે અને આ Global Patidar Summitના માધ્યમથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં આગવુ પ્રદાન કરનારા તમામ લોકોને નવા વેપારી સંપર્કો મળશે. આ વેપારી સંપર્કો અને સબંધો તેમના બિઝનેસના ડેવલપમેન્ટ માટે ખુબ ઉપયોગી થશે અને નજીકના ભવિષ્યમાં જ તેમને Global Patidar Summitના કારણે થયેલા લાભ વિશે જાણકારી મળશે. આવનારા દિવસોમાં Global Patidar Summitને વધારે મોટા ફલક પર લઇ જવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-ITR Forms: કરદાતા માટે આવ્યા આ 9 નવા ફેરફાર
આપ આ પણ વાંચી શકો છોઃ-GOLD : વર્ષ 2022 માં સોનાની ચમક યથાવત રહેશે, જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન