HomeGujaratGir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર...

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા – INDIA NEWS GUJARAT

Date:

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં દેવ મંદિરો ને ટાર્ગેટ બનાવી, ચોરી કરી અને તરખાટ મચાવનાર છ શખ્સોની તસ્કર ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લેતા મંદિરના પૂજારીઓ અને આમ ભાવિકોમાં ખુશી છવાય છે.

Gir Somnath: જિલ્લા એલસીબી ને સફળતા

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે મંદિરોમાં ચોરી ની ઘટનાઓ વધી હતી. જેના માટે અલગ અલગ જગ્યાએ રાત્રીના સમયે થયેલ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલવામાં ગીર સોમનાથ જિલ્લા એલસીબી ને સફળતા મળી છે. આ બાબતે પોલીસે ગુપ્ત રહી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને કોડીનાર પંથકમાંથી છ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ છ શખ્સોમાં રાહુલ સોલંકી, ઘેલા ઉર્ફે રમેશ સોલંકી. મહેશ ઉર્ફેક કાળું બામણીયા, તુષાર ઉર્ફે મયુર ભાલીયા, સાગર સોલંકી. અને વિજય પરમાર સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લઇ અને ગીર સોમનાથની ચાર મંદિરોની ચોરી ની કબુલાત સાથે મુદ્દા માલ કબજે કર્યો છે.

એલસીબીએ રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો

આ આરોપીઓ ની પ્રાથમિક પૂછપરછમા ગીર સોમનાથમાં આવેલ તાલાળા ના ધણેજ નજીક આવેલ બાકૂલા ધાર પરના પીઠડ આઈ નું મંદિર, ગીર ગઢડાના ધોકડવા પર માતાજીનું મંદિર, કોડીનારમાં આવેલ શિવ મંદિર અને સુગાળા ગામ નજીકખોડીયાર માતાના મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. પોલીસે તેમની પાસેથી ચાંદિ ના ધાતુના ઢાળીયા ત્રણ પાંચ કિલો ચાંદી કીમત 2 લાખ તેમજ રોકડા 49 હજાર રૂપિયા જપ્ત કર્યા છે. તેમજ કુલ મુદ્દા માલ ₹2,72,300 નો કબજે કર્યા છે. આ છ તસ્કરોએ ગીર સોમનાથ ઉપરાંત રાજ્યના અન્ય અનેક મંદિરો ને નિશાન બનાવ્યા હોવાની પોલીસને આશંકા છે. ત્યારે અન્ય વિસ્તારમાં કયા કયા મંદિરોમાં ચોરી કરેલી છે તેની પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

તમે આ પણ વાંચી સકો છે :

Young Man’s Comittment To Charity : દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં વધુ એક વિરલ ઘટના, સામાન્ય નોકરી કરતાં યુવાનનો શિક્ષા દાનનો સંકલ્પ

તમે આ પણ વાંચી સકો છે :

NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ

SHARE

Related stories

Latest stories