HomeGujaratGir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો - INDIA NEWS...

Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો – INDIA NEWS GUJARAT

Date:

Gir Forest: સિંહોની પજવણીની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. ત્યારે સોશિયલ મીડીયામાં સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે જ બે યુવકો બાઈક લઈને વિહરતા સિંહ પરિવારને ડરાવવા પ્રયાસ કરતાં હોવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Gir Forest: ઘટના જ્યારે બની ત્યારે ફોરેસ્ટ સ્ટાફ પણ સ્થળે હાજર

જુનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સફારી પાર્ક રૂટ પર સિંહ પરિવાર ઉભો હતો અને જિપ્સીમાં સવાર પ્રવાસીઑ સિંહ પરિવારને નિહાળી રહયા હતા તે જ સમયે એક બાઈક સવાર ખૂબ જ નજીક પહોંચી જતા સિંહ પરિવાર બાઈક થી ભડકી દૂર ભાગી ગયો હતો અને તેથી સિંહ પરિવારને રસ્તા પર વિહરતા સમયે ખલેલ પહોંચી હતી. જુનાગઢ જિલ્લાના સાસણ સફારીના ડેડકડી રેન્જ વિસ્તારમાં સફારી રુટ ઉપર આ ઘટના બનવા પામી હતી.

બાઇક ના આવતા જ સિંહ પરિવાર રસ્તો છોડી અંદર જતા રહ્યા હતા. સદનસીબે ભડકેલા સિંહ પરિવારે કોઈ પ્રવાસીઓ કે, આ ઘટનામાં રંજાડ કરનાર બાઈક સવાર પર હુમલો કર્યો નથી. જો હુમલો કરે, તો તેનું જવાબદાર કોણ? તે સવાલ પણ ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર બનાવની તપાસ આર.એફ.ઓને સોંપી દેવામાં આવી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપનાર દુધાળા નેસના માલધારી યુવકો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પશ્ચિમ ડીસીએફ પ્રશાંત તોમર દ્વારા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

તમે આ પણ વાંચી સકો છો :

Inspiring Story Of Vrunda : જુઝારુ પિતા-પુત્રીની જોડી બની સેંકડો લોકોનો પ્રેરણા, સ્ત્રોતકદ નાનું પણ આત્મવિશ્વાસ આકાશથી ઊંચો

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories