Gas Cylinder Blast : ઘટનામાં એક વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મૌત. અન્ય બેને ગંભીર રીતે દાજેલી હાલતમાં હોસ્પિટલમાં ભર્તી.
ગેસનો ચૂલો ચાલુ કરતા જ બ્લાસ્ટ
સુરત ખાતેના ભેસ્તાન વિસ્તારમાં આવેલ શ્રીનાથ સોસાયટીમાં ગેસના બાટલમાં ગેસ લીકેજ થતા. રસોઈ બનાવવા ગેસનો ચૂલો ચાલુ કરતા જ ગેસના બોટલમાં બ્લાસ્ટ. થતાં 1 બાળક નું કમકમાટી ભર્યું મોત નિપજ્યું. જ્યારે અન્ય ઘરના સદસ્યો ગંભીર રીતે દાજી જતાં હોસ્પિટલ ખસેડાયા હતા.
રસોઈ બનાવનાર મહિલા અને 22 વર્ષીય યુવા ગંભીર રીતે દાઝેલા
ભેસ્તાન વિસ્તારમાં મજૂરી કામ કરી જીવન ગુજારતા પરિવાર રોજિંદી પ્રક્રિયામાં લાગ્યા હતા. 24 વર્ષીય મહિલા ઘરમાં રસોઈ બનાવી રહી હતી. ત્યારે ગેસના બાટલામાં લીકેજને કારણે આગ લાગતા એક પરિવાર 3 લોકો દાઝ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ને ત્રણે ઇજાગ્રસ્ત વ્યક્તિને સિવિલ ખાતે તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમ્યાન એક વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે રસોઈ બનાવનાર મહિલા અને 22 વર્ષીય યુવા ગંભીર રીતે દાઝેલા હતા. બન્નેની હાલત પણ ગભીર હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. સમગ્ર ઘટનાથી પરિવાર જનો અને સગા સબંધીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો.
Gas Cylinder Blast : સિલેન્ડરની સુરક્ષા અંગેની તપાસ
સુરતમાં અવારનવાર ગેસ સિલેન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે. ત્યારે ગેસ સિલેન્ડર સપ્લાય કરતી જુદીજુદી કંપની ગેસ બોટલના વાલ્વ સહિત. સિલેન્ડરની સુરક્ષા અંગેની તપાસ સાથે ઉપભોગતા ના ઘર સુધી. સિલેન્ડર સુરક્ષિત રીતે પહોંચે છે કે નહીં એની કાળજી રાખવી જરૂરી થઈ પડી છે.
તમે આ પણ વાચી શકો છો :
Gyanvapi Update: વજુખાના સર્વે કેસમાં અંજુમન ઈન્તેજામિયા કમિટી અને અન્યોને નોટિસ
તમે આ પણ વાચી શકો છો :
WHAT THE HELL NAVYA 2 TRAILER : જયા અને શ્વેતા બચ્ચન સાથે મસ્તી કરતી જોવા મળી નવ્યા