Gas Bottle Blast : ઘટનાને પગલે ગ્રામજનો દોડી આવ્યા ગરમીના કારણે બાટલો ફૂટવાની આશંકા.
ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી
પાલનપુર તાલુકાના વાસણ ગામે રાત્રિના સમયે એક ઝૂંપડામાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી અને ત્યારબાદ બાટલો ફૂટ્યો હતો જેના પગલે ઘરવખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા.
Gas Bottle Blast : ઘરવખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગઈ
બનાસકાંઠામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે ત્યારે પાલનપુર તાલુકાના વાસણ ગામે બુધવારે જશવંતભાઈ દેવીપુજક ના ઘરે પરિવારના સભ્યો રસોઈ બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન ગેસનીબોટલમાં આગ લાગી હતી. જેના પગલે પરિવારજનો બહાર દોડી ગયા હતા. ત્યારબાદ ગેસની બોટલ ફૂટી હતી જેથી ઘરવખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગઈ હતા. જોકે પરિવારના સભ્યો ઘરની બહાર દોડી જતા સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. આ અંગે ગ્રામ જનોએ જણાવ્યું હતું કે ગરમીના કારણે ગેસની બોટલ ફૂટી હતી જોકે કોઈ વ્યક્તિને ઈજાઓ થઈ ન હતી.
તમે આ પણ વાંચી સકો છો :
5 Girls Drowned : ભાવનગરના સિદસરમાં બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારનાં મોત એક સારવારમાં
તમે આ પણ વાંચી સકો છો :
Yogi In Jaunpur : સીએમ યોગીએ જૌનપુરમાં સભા સંબોધી, હજુ સુધી 144 ચૂંટણી કાર્યક્રમોને સંબોધિત કર્યા