HomeGujaratબીલીમોરા ખાતે દુકાનમાં ભીષણ આગ બાદ Gas સિલિન્ડર Blast થતા એકનું...

બીલીમોરા ખાતે દુકાનમાં ભીષણ આગ બાદ Gas સિલિન્ડર Blast થતા એકનું મોત-એકને ઇજા-India News Gujarat

Date:

આગથી 80 ફુટ દૂર ઉભેલા શશીકાંત પર Blast બાદ કાંટમાળ પડતા મોત થયું-India News Gujarat

બીલીમોરા ગૌરવપથ ઉપર એલએમપી શાળા પ્રવેશદ્રાર સામે કલ્પના ફુલ ઘરમાં શુક્રવાર મધ્યરાત્રીએ આગ ભભૂકી ઉઠી હતી. માર્ગ ઉપરના વાહન થંભી ગયા હતા. ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.  મધરાતે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, થોડા સમય માટે સમગ્ર બિલીમોરા નગરના લોકોના જીવ પડીકે બંધાયા હતા અને લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આગ દરમ્યાન દુકાનમાં રાખવામાં આવેલા એક Gas સિલિન્ડરમાં ભયંકર Blast થયો હતો અને તેનો કાંટમાળ હવામાં ઉડ્યો હતો. આ કાંટમાળ આગ જોવા માટે દુકાનથી 80 ફુટ દૂર ઉભેલા શશીકાંત પરશોત્તમ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવાન પર પડતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેની નજીક ઉભેલા ઝાહીદ બસીર દલાલ નામના યુવાનને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.-India News Gujarat

ક્યા વિસ્તારમાં લાગી હતી આગ ?-India News Gujarat

બીલીમોરા પૂર્વ વિસ્તારમાં ગૌરવપથ ઉપર એલએમપી શાળા સામે રાજેશ સુબેદાર દુબેની માલિકીની કલ્પના ફુલ ઘર નામની દુકાનમાં શુક્રવાર મધ્યરાત્રી એ અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. દરમિયાન માર્ગ ઉપર પસાર થતા રાહદારીઓ પૈકી કોઈકે ફાયરને ટેલિફોનિક જાણ કરતાં કેવલ પટેલ, મિતેશ પટેલ, સંજય પટેલ અને ઓપરેટર મનન પટેલ સાથે વિપક્ષના સભ્ય મલંગ કોલીયા ફાયર ફાઈટર લઈને ધસી ગયા હતા અને તાબડતોબ પાણીનો મારો શરૂ કર્યો હતો બીલીમોરા પાલિકા ફાયર કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની તપાસ કરતાં હેડ કોન્સ્ટેબલ મહેશ સતિષભાઈ ના જણાવ્યા મુજબ હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી થઈ રહી છે આગ નું ચોક્કસ કારણ જાણવા એફ.એસ.એલ.ના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.-Latest news

મિત્રને મળીને ઘરે જઇ રહ્યો હતો શશીકાંત પટેલ અને કાળ આંબી ગયો-Latest news

કાળ ક્યારે અને કયા સ્વરૂપે ત્રાટકે તે કોઈ કહી ન શકે, એવો જ એક બનાવ શુક્રવાર મધ્યરાત્રી એ બિલીમોરામાં સામે આવ્યો છે. આંતલીયા જીઆઇડીસી વિસ્તારમાં રહેતો શશીકાંત પરસોત્તમભાઈ પટેલ બીલીમોરા મિત્રને મળવા આવ્યો હતો, અને મધ્ય રાત્રી ના ૧ વાગ્યા ના અરસા માં ઘરે પરત ફરતી વેળા આગ જોઈને ત્યાં ઊભો રહ્યો હતો. બરાબર તેજ સમયે Gas સિલિન્ડરમાં Blast થતા બુલેટ ની ઝડપે ઉડેલો કાટમાળ માથાના ભાગે ટકરાતા શશીકાંતનું પળભર માં કરૂણ મોત નિપજયું હતું. સમગ્ર મામલે મૃતક ના મોટા ભાઈ અજયકુમાર પરસોતમ ભાઈ પટેલએ બીલીમોરા પોલીસ માં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કૌશલ વસાવા એ તપાસ હાથ ધરી હતી.-Latest news

આપ આ પણ વાંચી શકો છોઃ-છેડતી કરનારને સમજાવવા ગયેલા યુકને મળ્યું મોત ,Pandesra Murder

આપ આ પણ વાંચી શકો છોઃ-Tik Tok Girl કિર્તી પટેલે એર હોસ્ટેસને લાફા મારી ધમકી આપી

 

SHARE

Related stories

Latest stories