HomeGujaratFraud Police Arrested: "લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા", નકલી પોલીસ...

Fraud Police Arrested: “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા”, નકલી પોલીસ બનીને લોકોને છેતરતા ઝડપાયો – INDIA NEWS GUJARAT

Date:

Fraud Police Arrested: લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરેની કહેવત નવસારી શહેરમાં સાચી ઠરી છે. અહીં AC રીપેરીંગનું કામ કરતા દીકરાને પોલીસ વિભાગમાં નોકરી મળશેની લાલચમાં એક પિતા પાસેથી 85 હજાર રૂપિયા ખંખેરી લેનારા નકલી પોલીસકર્મી પણ વધુ રૂપિયાની લાલચમાં ભેરવાય ગયો છે. અને હવે વધુ પૈસા પડાવવાની લાલચમાં જેલના સળિયા ગાંવાનો વારો આવ્યો છે.

પોલીસમાં નોકરી અપાવવાનું કહી રૂપિયા ખંખેરતો ઠગ

નવસારી શહેરના રીંગ રોડ સ્થિતિ કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પડોશમાં રહેવા આવેલા મુળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતો નવાઝ શેખ ગત 25 જાન્યુઆરી, 2024 ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિગમાં મળ્યો હતો. જેણે પોતે પોલીસ કર્મી હોવાની ઓળખ આપી હતી. સાથે જ સિદ્દીક શેખને વાત વાતમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે, તમારા દીકરાને લગવવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે. જેથી પિતા સિદ્દીક તેના AC રીપેરીંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા નવાઝ સામે ઈચ્છા વ્યક્ત કરતા જ સિદ્દીક શેખ ઠગભગત નવાઝની જાળમાં ફાસાયો હતો. બાદમાં ફોર્મ ભરાવવાના નામે, ફોર્મ સબમિટ કરાવવા, અધિકારીને આપવાના, ટ્રેનીંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનીંગમાં જવાના નામે નવાઝ શેખે, દીકરાની જીંદગી સુધરે એવા આશાયથી ટૂકડે ટૂકડે 85 હજાર રૂપિયા આપી પણ દીધા હતા.

Nawaz Sheikh ( kneeling )

Fraud Police Arrested: પોલીસમાં લગાવવાની લાલચ આપી લૂટી લીધા

નવાઝ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો, જેમાં ગાંધીનગર ટ્રેનીંગમાં જવાની વાત હતી અને ટ્રેનીંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો. પરંતુ નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીક શેખને શંકા થઇ હતી અને દીકરા જાફરનો ટ્રેનીંગનો કોલ લેટર લઇ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકે દીકરાનો કોલ લેટર બતાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું હતું. જેથી સિદ્દીક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85 હજાર રૂપિયા પડાવી લેનારા નકલી પોલીસ કર્મી નવાઝ શેખ સામે ફરિયાદ આપી હતી.

ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો હતો. આરોપી નવાઝે આજ પ્રકારે સુરતના સલાબતપુરા, કડોદરા અને પલસાણામાં ત્રણ લોકોને ટોપી પહેરાવીને રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું છે. સમગ્ર મામલો પોતાને પોલીસ તરીકે ઓળખાવતા ઠગબાજની જાળમાં ફાસાયેલા પિતાને શંકા જતા કોલ લેટર લઇને નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચી ગયા અને ત્યાં ભાંડો ફૂટ્યો હતો. પોલીસે પણ ઘટના જાણતા જ નકલી પોલીસ બનીને ફરી રહેલા ઠગ ભગતને દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

તમે આ પણ વાચી શકો છો :

ED Raid: અરવિંદ કેજરીવાલના નજીકના સંબંધીઓ પર દરોડા

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories