Fraud Gang ARRESTED : કેમિકલના વેપારી પાસેથી લાખો પડાવ્યા સાયબર ક્રાઇમે આરોપીઓ ને કરી ધરપકડ.
ચાર ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી
મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે ભટારના વેપારીને ઓનલાઈન અરેસ્ટ કરી વેપારી પાસેથી 23 લાખ પડાવવા મામલે બેંક એકાઉન્ટ આપનાર સુરતના ચાર ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Fraud Gang ARRESTED : વેપારી પાસેથી 23.30 લાખ પડાવ્યા હતા
મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યાનું કહી મુંબઈ ક્રાઇમ બ્રાંચના નામે ઠગ ટોળકીએ ભટારના કેમિકલના વેપારી પાસેથી 23.30 લાખ પડાવ્યા હતા. આ ગુનામાં સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરીયર પેકિંગનું કામ કરતા નેવિલ ઉર્ફે બિટુ મહેશ હેડાઉ, હીરા મજૂરી કરતા મહેશ પ્રવિણ સંધ્યા, ધ્રુવ પરસોતમ વેકરીયા અને બિલ્ડર પાર્થ ધીરજલાલ જોધાણીની ધરપકડ કરી છે. તો સાયબર માફીયાઓને આ ચારેયએ બેંક એકાઉન્ટ મેનેજ કરી આપ્યો હતો. નેવિલે તેના માસાનો એકાઉન્ટ રત્નકલાકારને આપતા તેણે બેકાર ધ્રુવને આ એકાઉન્ટ આપ્યો હતો જેની પાસેથી બિલ્ડર પાર્થએ એકાઉન્ટ લઈ કોઈ મારફતે સાયબર માફીયાઓને વેંચ્યો હોવાનુ સામે આવ્યુ છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે ભટારના વેપારીને ઓનલાઈન અરેસ્ટ કરી વેપારી પાસેથી 23 લાખ પડાવવા મામલે બેંક એકાઉન્ટ આપનાર સુરતના ચાર ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ