HomeGujaratFraud Deputy Collector Case Update : સલાબતપુરા નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલાનો મામલો,...

Fraud Deputy Collector Case Update : સલાબતપુરા નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલાનો મામલો, 12.38 લાખના દાગીનાનો ચૂનો લગાડનાર મહિલા – India News Gujarat

Date:

Fraud Deputy Collector Case Update : મહિલાની ધરપકડ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ નાયબ કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપનાર મહિલા સામે ગુનો. નાયબ કલેક્ટર હોવાનો દમ મારી પોલીસ સ્ટેશનમાં માથે લીધું. મહિલા સામે નવસારી જિલ્લામાં દાખલ થઈ શકે છે કેસ ઉપરાંત ચીખલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે મહિલા.

મોબાઇલ સ્નેચીંગની ફરિયાદ કરવા આવી

ગાંધીનગરના નાયબ કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપનાર મહિલા સામે વધુ એક ગુનો સારોલી પોલીસે દાખલ નોંધ્યો છે. જેમાં ચીટર મહિલા સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચીંગની ફરિયાદ કરવા આવી ત્યારે નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી હતી.

નાયબ કલેકટરની ઓળખ આપીને પોલીસ સ્ટેસનમાં હોબાળો મચાવ્યો

નકલી ડેપ્યુટી કલેકટર બનીને લોકો સાથે ઠગાઇ કરતી મહિલા એ જ્વેલર ના 12.50 લાખ ઠગ્યા નો મામલો હજી શાંત નથી થયો એ સાથે અન્ય એક કેસ આ મહિલા વિરુદ્ધ નોંધાવા પામ્યો છે,, જેમાં ચીટર મહિલાએ મોબાઈલ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવવા માટે સારોલી પોલીસ સ્ટેસન ખાતે નાયબ કલેકટરની ઓળખ આપીને પોલીસ સ્ટેસનમાં હોબાળો મચાવ્યો હતો.. જેના કારણે પોલીસે તાત્કાલિક તપાસનો દૌર શરૂ કરી આરોપીને પકડી પાડી મોબાઇલ જપ્ત કર્યો હતો. જેમાં ચીટીંગના ગુનાની આરોપી મહિલા હેતલ સંજય પટેલ 30મી માર્ચએ અડાજણ ખાતેથી રિક્ષામાં બેસી વ્યારા વતન જતી હતી. તે વેળા રસ્તામાં સહારા દરવાજાથી કડોદરા રોડ પર જતા બાઇક પર આવેલા બદમાશોએ તેનો મોબાઇલ હાથમાં ઝૂંટવી ભાગી ગયા હતા.

Fraud Deputy Collector Case Update : બીજા ગુનાઓ નવસારી જિલ્લામાં દાખલ થાય શકે

ધો-12 સુધી ભણેલી હેતલ પટેલે પોતે નાયબ કલેક્ટર હોવાનો દમ મારી પોલીસ સ્ટેશનમાં ભારે ધમપછાડા કર્યા હતા. હજુ પણ આ મહિલા સામે બીજા ગુનાઓ નવસારી જિલ્લામાં દાખલ થાય શકે છે. ઉપરાંત ચીખલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે. છેલ્લા વર્ષ 2016 થી તે નોકરી અપાવવાના નામે તો કેટલીક જગ્યાઓ પોતે સરકારી ઓફિસર બની ચીટીંગ કરવામાં માહિર છે.

તમે આ પણ વાંચી સકો છો :

Syrup Fraud: આયુર્વેદીક સીરપના નામે કેમિકલ વેચતા 2 ઝડપાયા 

તમે આ પણ વાંચી સકો છો :

VR Mall: બોમ્બના ધમકીભર્યા મેઈલની તપાસમાં યુરોપના કનેક્શન

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories