HomeGujaratFormer sugar factory rulers and farmers on strike: છેલ્લા 24 કલાક થી...

Former sugar factory rulers and farmers on strike: છેલ્લા 24 કલાક થી સુગર ફેકટરીનાં પુર્વ શાસકો અને ખેડૂતો ધરણાં પર- India News Gujarat

Date:

છેલ્લાં 24 કલાક થી સુગર ફેકટરીનાં પુર્વ શાસકો અને ખેડૂતો અમર્યાદિત સમય સુધી ધરણાં પર

Former sugar factory rulers and farmers on strike: તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી અને 24,500 જેટલાં સભાસાદો ધરાવતી ઉકાઈ પ્રદેશ ખાંડ મંડળી દ્વારા સંચાલિત, વ્યારા સુગર ફરી વિવિધ માં આવી જેમાં વ્યારા સુગર નાં પુર્વ શાસકોમાં સુગર ફેકટરીનાં ચેરમેન હરીશભાઈ ગામીત સહિત વાઇસ ચેરમેન ઈશ્વરભાઈ ગામીત જોડે જિલ્લાનાં ખેડુત આગેવાનો એ તાપી જિલ્લા કલેકટર કચેરી બહાર અમર્યાદિત સમય ધરણાં બેઠાં છે. જેમાં પુર્વ શાસકો અને ખેડૂત અગેવાનો એ ધરણાં પર બેસી માંગ કરી છે, કે વ્યારા સુગરમાં નવી બનેલ કોસ્ટેડિયન કમિટી રાજીનામું આપે તેવી માંગ અને વ્યારા સુગર ફેકટરી નો વહીવટ સ્થાનીક ખેડૂતો ને આપવામાં આવે તેવી માંગ સહિત ખેડુતો દ્વારા વ્યારા સુગરને આપેલી શેરડીનાં પૈસા ચૂકવણી બાકી હોવાથી વહેલી તકે ચૂકવણી આપવામાં આવે તેવી માંગ સાથે, સુગર ફેકટરી નાં પૂર્વ શાસકો અને ખેડૂત આગેવાનો ધરણાં બેઠાં છે. India News Gujarat

છેલ્લાં 7 વર્ષ થી વ્યારા સુગર ફેકટરી બંધ.

છેલ્લાં 7 વર્ષ થી વ્યારા સુગર ફેકટરી બંધ પડેલી હતી જે ચાલુ કરવા માટે કલેકટરને રજુઆત કરી, અને હાઈકોર્ટ ઈલેકશન કરવા માટે ની મંજુરી લઈ ઈલેકશનમાં અમારી બોડી બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સુગર ફેકટરી અમે અમારા સહભંડોળ માંથી અને ખેડૂતો પાસે થી થાપણ મુકાવીને છું કરી છે ત્યારે આ સુગર ફેકટરી ચાલુ કરવા પછી 7 કેટલી સુગર ફેકટરીની નજર આ સુગર ફેકટરી પર રહી ગઈ કેમકે તે લોકોના વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના કારણે પુરતી શેરડી મળતી ન હોવાથી, આ લોકોની નજર વ્યારા સુગર ફેકટરી તરફ રહી ગઇ છે. એના કારણે વ્યારા સુગર ફેકટરી જોડે 8 લાખ ટન જેટલી શેરડી ઉભી છે જેથી આ અમારી પાસે થી.

અનેકવાર પેમેન્ટ બાબતે રજુવાત.

અનેકવાર મંત્રીશ્રીઓને ખેડૂતોનાં પેમેન્ટ બાબતે રજુવાત કરવામાં આવી પેમેન્ટ બાબતે આજે કાલે કરી કેટલા દિવસ વિતાવી દીધેલ છે. ઘરણા પર બેસેલા લોકોએ કહ્યું કે જો આવનારા દિવસોમાં આવી રીતે છેતરવામાં આવશે તો સમજી લેજો આમે આદીવાસી છીએ અમે બીર્શા મુંડાનાં સપૂતો છીએ આમે એક વાર જે નક્કી કરીયે તે અમે કરીયે છીએ. આવનારા દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું અને અને હાલ કોસ્ટેડિયન કમિટી નાં ડાયરેક્ટરો ની નિરમુંક કરવા આવે છે.

આ પણ વાંચો: Supreme Court On Demonetization: સુપ્રીમ કોર્ટમાં નોટબંધી વિરુદ્ધની સુનાવણી 12 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી- India News Gujarat

આ પણ વાંચો: Union Government Decision: ફ્રી રાશન યોજના ફરી ત્રણ મહિના માટે લંબાવાઈ – India News Gujarat

 

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Mumbai-Ahmedabad bullet train : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના 12 બ્રિજનું કામ પૂર્ણ

INDIA NEWS : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ભારતના મહત્વના...

Latest stories