HomeBusinessForm -16 શુંછે? Income Tax Return માટે તેની અગત્યતા અને ઉપયોગ વિશે...

Form -16 શુંછે? Income Tax Return માટે તેની અગત્યતા અને ઉપયોગ વિશે જાણો વિગતવાર માહતી-India News Gujarat

Date:

  • Form -16 : આવકવેરા રિટર્ન (Income Tax Return)ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ પગારદાર કરદાતાઓને તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 મળવાનું શરૂ થઇ ગયું હશે.
  • આ વખતે કંપનીઓ તેમના કર્મચારીઓને 15 જૂનથી ફોર્મ-16 આપવાનું શરૂ કરે છે.
  • આવકવેરા રિટર્ન (Income Tax Return)ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ પગારદાર કરદાતાઓને તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 મળવાનું શરૂ થઇ ગયું હશે.
  • આ વખતે કંપનીઓ તેમના કર્મચારીઓને 15 જૂનથી ફોર્મ-16 આપવાનું શરૂ કરે છે. જે કરદાતાઓ પગારદાર છે તેમના માટે ફોર્મ-16(ITR  Form 16) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
  • આ તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ(ITR Filing) કરવાનું ઝંઝટ મુક્ત બનાવે છે.
  • આ અહેવાલમાં અમે તમને  ફોર્મ-16 અંગે અગત્યની માહિતી જણાવી રહ્યા છે.

કંપનીઓ માટે ફરજિયાત

  • રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ફોર્મ-16 ખુબ અગત્યનો દસ્તાવેજ છે. તેમાં કર્મચારીને આપવામાં આવેલ પગાર, કર્મચારી દ્વારા દાવો કરાયેલી કપાત અને એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવેલ TDS એટલે કે સ્ત્રોત પર કર કપાતની માહિતી શામેલ છે.
  • આવકવેરા કાયદાની કલમ 203 હેઠળ, કંપનીઓ માટે તેમના કર્મચારીઓને ફોર્મ-16 આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં તેમની આવક પર કાપવામાં આવેલા TDSની સંપૂર્ણ વિગતો હોય છે.

સમયમર્યાદાની રાહ જોશો નહીં

  • હવે જ્યારે કંપનીઓ આજથી ફોર્મ-16 આપવાનું શરૂ કરશે ત્યારે શક્ય છે કે તમને તે પણ જલ્દી મળી જશે.
  • ફોર્મ-16 તમને મળે પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં સમય વેડફવો જોઈએ નહીં.
  • આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ દંડ કે કાયદાના ભાગની કાર્યવાહી  વિના 31મી જુલાઈ 2023 સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો.
  • સમયમર્યાદા પૂર્ણ રાહ જોવી યોગ્ય ગણાશે નહિ  કારણ કે છેલ્લા દિવસોમાં પોર્ટલ પર ટ્રાફિક વધવાને કારણે સમસ્યાઓ ઊભી થતી હોય છે.

5 બાબતોનું ધ્યાન રાખો

  •  તમારો PAN નંબર સાચો છે કે નહીં તેની ખાતરી કરો. જો તે ખોટું હોય તો તમે આવકવેરા રિફંડનો દાવો કરી શકશો નહીં.
  • ફોર્મ-16માં તમારું નામ, સરનામું અને કંપનીનો TAN નંબર બરાબર છે કે નહીં તે ચકાસણી કરી લો.
  • ફોર્મ-16ની કર કપાતને ફોર્મ-26AS અને AIS સાથે સરખામણી કરી ખાતરી કરો.
  • જો તમે ઓલ્ડ ટેક્સ રિજીમ પસંદ કરી હોય તો ટેક્સ બચત કપાતની વિગતો તપાસો.
  • જો તમે 2022-23 દરમિયાન નોકરી બદલી હોય તો જૂની કંપની પાસેથી પણ ચોક્કસપણે ફોર્મ-16 એકત્રિત કરો

તમે આ પણ વાંચી શકો છો- 

Motor Third Party Premium and Liability Rules:નાણાકીય વર્ષ (FY) 2023-24 માટે મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ અને જવાબદારી નિયમો

તમે આ પણ વાંચી શકો છો- 

AI RJ:દુનિયામાં પ્રથમ વખત AI RJ એ હોસ્ટ કર્યો રેડિયો શો, સાંભળનાર થઈ ગયા આશ્ચર્યચકિત! જુઓ Video

SHARE

Related stories

Latest stories