HomeGujaratForex Trading Fraud : ફોરેક્સ ટ્રેડિંગમાં ઈન્વેસ્ટમેન્ટના નામે ઠગાઇ સાયબર ઠગો દ્વારા...

Forex Trading Fraud : ફોરેક્સ ટ્રેડિંગમાં ઈન્વેસ્ટમેન્ટના નામે ઠગાઇ સાયબર ઠગો દ્વારા યુવક સાથે 11.84 લાખની છેતરપિંડી – India News Gujarat

Date:

Forex Trading Fraud : પોલીસ બે આરોપીની ધડપકડ કરી તપાસ શરૂ કરી. બનાવટી એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગ.

ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી

સુરતના વરાછામાં આવેલા ચોગીયોક વિસ્તારમાં રહેતા યુવક સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યો છે. ભેજાબાજ ઇસમે યુવકને ફોરેક્સ ટ્રેડીંગમા ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી. રૂપિયા ૧૧. ૮૪ લાખ પડાવી લીધા હતા. જેથી ભોગ બનનાર યુવકે સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફેસબુક એકાઉન્ટમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈ

વરાછા યોગીચોક યોગીદર્શન સોસાયટીમાં રહેતા. અને વરાછા ગીંતાજંલી કિરણ ડાયમંડમાં હિરાનું પ્લાનીંગ કરવાની નોકરી કરતા. ચિરાગ રમેશ ભિકડીયા ગત તા ૭ નવેમ્બરના રોજ પોતાના મોબાઈલમાં ફેસબુક એકાઉન્ટમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈ હતી. અને તેના ઉપર આવેલા વોટ્સઅપ નંબર ઉપર કોલ કરી વાત કરતા. અભિજીત તરીકે ઓળખાણ આપનાર ભેજાબાજે તેને લીંક મોકલી એપ્કીલેશન ડાઉન લોડ કરાવી મેટા ટ્રેડર ૫ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ ભેજાબાજ ટોળકીએ ઈન્વેસ્ટ કરવાના બહાને અલગ અલગ ખાતામાં કુલ રૂપિયા ૧૨,૦૮,૨૫૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાંથી રૂપિયા ૨૩,૩૦૦ પરત તેના બેન્ક એકાઉન્ટમાં આપ્યા બાદ બાકીના રૂપિયા ૧૧,૮૪,૯૫૦ નહી આપી છેતરપિંડી કરી હતી. હાલ પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અને સુરત સાયબર ક્રાઇમ પોલીસે બનાવટી એપ્લીકેશન બનાવી 11.84.950 રૂપિયાની છેતરપીંડી કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે.

Forex Trading Fraud : અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં

પોલીસે આરોપી હુનૈન ફીરોઝ મેમણ અને દિપક જગન્નાથ સાલ્વેની ધરપકડ કરી ને તપાસ કરતાં આરોપીઓએ મેહતા ટ્રેડર્સ નામની બનાવટી એપ્લીકેશન બનાવી હતી. જેમાં ફરિયાદીને મેહતા ટ્રેડર્સ નામની લીંક મોકલી હતી. અને આરોપીઓ એ ફરિયાદીને લોભાવાણી લાલચો આપી હતી. જે એપ્લિકેશનમાં ફરિયાદીનું બોગસ એકાઉન્ટ બનાવી આપી તેમાં ઇન્વેસ્ટ કરવાનું કહ્યું હતું. જેથી ફરિયાદીના ગત 7 થી 18 ડિસેમ્બર સુધી આરોપીના અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 12.08.250 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં આરોપીઓએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ત્યારે ફરિયાદીને જાણવા મળ્યુંકે, તેમની સાથે છેતરપીંડી થઇ છે. જે મામલે તેઓ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ બંને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ પણ વાચી શકો છો :

Traffic Awareness Month : ટ્રાફિક જાગૃતિ મહિનાની સરૂઆત કરાઇ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિત ઉદ્યોગપતિઑ રહ્યા હાજર

તમે આ પણ વાચી શકો છો :

Surat Ether Company Blast Update: આજે એક કારીગરનું સારવાર દરમિયાન મૌત નીપજ્યું, અત્યાર સુધીમાં કૂલ 10 મૌત 

SHARE

Related stories

Latest stories