Five Were Caught With Airguns : લોકસભા ચુંટણી સમયે ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા. પોલીસ એરગન સહિત કાર સાથે 10.50 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત.
વાહન ચેકિંગ દરમ્યાન એરગન સાથે પાંચ લોકોને ઝડપી પડાયા
લોકસભાની ચુંટણી ને લઈને સરહદી વિસ્તારોમાં આવતા જતાં વહાણોનું ચેકિંગ સાધન બનાવાતા. ગુજરાત મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જિલ્લા માંથી વાહન ચેકિંગ દરમ્યાન એરગન સાથે પાંચ લોકોને ઝડપી પડાયા છે.. હથિયાર બંધી બાદ પણ ગેરકાયદેસર રીતે હથિર લઈને ફરતા લોકો માટે આખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે..
ગાડી માંથી એરગન તથા એરગનના ગોળ આકારના છરા નંગ 34 મળી આવ્યા
લોકસભાની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા. સરહદીય વિસ્તારમાં આવેલ તમામ ચેકપોસ્ટ સીલ કરી બાજ નજર રાખવામાં આવી રહી છે. જ્યાં સાપુતારા ચેકપોસ્ટ પર સાયબર ક્રાઈમ સેલનાં પી.એસ.આઈ એલ.એમ ચૌધરીએ સુપરવિઝન હાથ ધરી વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે વેળાએ સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસની વાહન ચેકિંગ દરમિયાન. મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની ઇનોવા ક્રિષ્ટા ગાડી આવતા પોલીસે સાઈડમાં ઉભી રાખી તપાસ કરતા. ગાડી માંથી એરગન તથા એરગનના ગોળ આકારના છરા નંગ 34 મળી આવ્યા હતા. ઇનોવા ગાડીમાં મળી આવેલ એરગનને લઈને પોલીસ સ્ટાફનાં માણસોએ કારમાં સવાર ઇસમોને પૂછતા. પાંચેય દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.
પાંચ જણાંને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરાય
જે બાદ પોલીસે કારમાં સવાર મહારાષ્ટ્ર ના રહેવાસી ભૂષણ બાજીરાવ શિંદે, સાગર કારભારી ધવંગે. રામદાસ રાજારામ સાયકર, ભરત નવનાથ શિંદે, અને રૂપેશ અશોક પવારની અટકાયત કરી હતી. તેમજ એરગન જેની કિંમત રૂપિયા 49,900/- તથા કાર જેની કિંમત રૂપિયા 10 લાખ એમ મળી. કુલ કિંમત રૂપિયા 10,49,900/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.. ચુંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ હોય પરવાનેદાર હથિયાર ધારકો પાસે પણ પોલીસ સ્ટેસન્મા હથિયાર જમા કરાવવા. અંગેના જાહેરનામા બાદ પણ એરગન જેવા હથિયાર સાથે ફરતા મહારાષ્ટ્રના આ પાંચ જણાંને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરાય છે..
તમે આ પણ વાંચી સકો છો :
Umesh Patel: અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારનો અનોખો પ્રચાર
તમે આ પણ વાંચી સકો છો :