Fitness Certificate Camp : હાજી માટે એક છત નીચે તમામ વ્યવસ્થા કરાઈ. શેલ્ટરમાં વ્યવસ્થા ઊભી કરાઈ વ્યવસ્થા.
હાજીઓનું મેડિકલ ફિટનેસ ચેકઅપ
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં હજયાત્રીઓ મક્કા ખાતે હજ પઢવા માટે જાય છે. જોકે, હજ પર જવા પહેલા ત્યાં જવા માટે હાજીઓનું મેડિકલ ફિટનેસ ચેકઅપ બાદ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત અને દક્ષિણ ગુજરાતના હાજીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ માટે. સિવિલ હોસ્પિટલમાં એક જ છત નીચે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ શરૂ
- સુરત સિવિલ હોસ્પિટલમાં જુના ટ્રોમા સેન્ટર ખાતે એક જ શેલ્ટર નીચે હજયાત્રીઓ માટે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
- એક જ જગ્યા પર અલાયદી લેબોરેટરી, બે મેડિકલ ઓફિસર, ચાર ઇન્ટર્ન ડોક્ટર, ચારથી પાંચ નર્સિંગ સ્ટાફ.
- તેમજ હાજીઓને લાઈનમાં ઉભા ન રહેવું પડે તેને ધ્યાને રાખીને અલગથી એક્સ-રે મશીન મૂકવામાં આવ્યું છે.
- રેફરેન્સ માટે અન્ય વિભાગમાં જવું ન પડે તેથી ત્યાં જ ફિજિશિયનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે. અને તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે.
- તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.
- વધુમાં હજ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે. નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ માટે આવનારા હાજીઓએ મેડિકલ સર્ટિફિકેટની 2 કોપી.
- 3 પાસપોર્ટ સાઈઝના ફોટા, કવર પ્રિન્ટ, પાસપોર્ટની ઝેરોક્ષ, ઓરિજનલ આધાર કાર્ડ. અને તેની ઝેરોક્ષ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઇ જવાનું રહેશે.
Fitness Certificate Camp : મોટી સાંખ્યમા મુસ્લિમ સમાજના લોકો લાભ ઉઠાવી રહ્યા છે
ફિટનેસ સર્ટિફિકેટ આપવાની આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જે આગામી 8મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અને તમામ હજયાત્રા માટે જનાર હાજીને અહિયાં જરૂરી. તબીબી સહાય મળેવવા વ્યવસ્થા ઊભી કારવમાં આવી છે. જેનો મોટી સાંખ્યમા મુસ્લિમ સમાજના લોકો લાભ ઉઠાવી રહ્યા છે.
તમે આ પણ વાચી શકો છો :
Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું
તમે આ પણ વાચી શકો છો :