HomeGujaratFishermen Clan: ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન, સમાજને ન્યાય મળે...

Fishermen Clan: ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન, સમાજને ન્યાય મળે માટે કરી રજુઆત – INDIA NEWS GUJARAT

Date:

Fishermen Clan: સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલીયાબેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે.

સમસ્ત માછીમાર સમાજનો ભરૂચમાં વિરોધ

ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફીશીંગ ગ્રાઉન્ડ અને બ્રિડીંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજે ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં ભેગા થયેલ માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ની કામગીરી કરતી સાઈટ ઉપરની ઓફિસે જઈ સમગ્ર મામલા અંગેની રજુઆત કરી હતી તેમજ માછીમાર સમાજને ન્યાય મળે માટે રજુઆત કરી હતી. સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલીયાબેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે. જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફીશીંગ ગ્રાઉન્ડ અને બ્રિડીંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજે ઉચ્ચારી છે.

Fishermen Clan: સ્થાનિક માછીમારોએ વારંવાર કરી હતી રજૂઆત

ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં અંદાજીત 5000 કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે. આ યોજનાથી ભરૂચ જીલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જવાના કારણે માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવતાં આવેલા છે અને સરકારને શાહીથી લખેલા અસંખ્ય આવેદનપત્રોની સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતો સરકાર સમક્ષ મુકેલી છે. માછીમારોના વિરોધ અને વારંવારની લેખિત, મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોની રોજગારી માટે આલીયાબેટની સરકારી ખારખરાબાની જમીન એકવાકલ્ચર (પરંપરાગત રીતથી ઝીંગા ઉછેર) હેતુ માટે સામૂહિક ધોરણે ફાળવી આવવા માટે વર્ષ-2019 માં સરકારમાં દરખાસ્ત મુકવામાં આવેલી હતી.

‘આ મામાલે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરીશું’

આ અંગે ભાડભુત યોજનાના અધિક્ષક ઈજનેર વી.સી. પટેલે જણાવ્યું હતું કે,આ અંગે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનો એ અમને આલિયાબેટમાં જમીન ફાળવવા માટે અગાઉ રજૂઆત કરી હતી.પરતું તેમના કહેવા મુજબ આ જમીન કોઈ બીજાને ફળવવામાં આવતી હોય તેમનો વિરોધ છે. જે અંગે તેમની સાથે હાલમાં ચર્ચા વિચારણા કરી છે. આ અંગે અમે તેમની રજુઆત ઉપરના ઉચ્ચ અધિકારીઓને કરીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની કામગીરી કરીશું.

હાલ માછીમારી કરતાં માછીમારો દ્વારા સંબંધિત અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ આશ્વાસન મળતા મામલો સંત પડ્યો છે પરંતુ આવનારા સમયે જો પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે તો મોટી સંખ્યામાં માછીમાર સમાજના લોકો ભેગા થઈને ઉગ્ર વિરોધ કરવાની તૈયારી પણ કરી રહ્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories