Fire Incidents In Jammu’s Forest : જમ્મુથી 25 કિલોમીટર દૂર જંગલમાં લાગી આગ જમ્મુના સરુઈસરના ગામમાંથી એક હૃદયસ્પર્શી તસવીર.
ઘરને આગથી બચાવવા માટે આગ ઓલવવા માટે સંઘર્ષ
જમ્મુમાં સતત વધી રહેલી ગરમીના કારણે આગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે જમ્મુના સરુઈસર વિસ્તારના એક ગામમાંથી એક હૃદયસ્પર્શી તસવીર સામે આવી છે જેમાં એક 12 વર્ષનો છોકરો તેના દાદા સાથે પોતાના ઘરને આગથી બચાવવા માટે આગ ઓલવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
Fire Incidents In Jammu’s Forest : માસૂમ બાળકે તેના વૃદ્ધ દાદા સાથે મળીને પોતાનું ઘર બચાવ્યું
જમ્મુથી 25 કિલોમીટર દૂર વાક્ય ચટા ગામ, જ્યાં અચાનક જંગલમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ ફેલાઈને નજીકના ઘરોમાં પહોંચી ગઈ હતી. જેમાં થી એક ઘર 12 વર્ષના અંકુશનું હતું. આગને જોઈને અંકુશના દાદા પોતાના ઘરને બચાવવા આગ ઓલવવા નીકળ્યા હતા અને દાદાને એકલા જોઈને અંકુશ પણ ઝાડની ડાળીઓ તોડીને આગ ઓલવવામાં મદદ કરી હતી. અને પોતાનું ઘર સલગવા થી બચાવ્યું હતું. વાસ્તવમાં આ ઘરો રસ્તાથી દૂર હતા અને અગ્નિશામક વાહનો આ વિસ્તારમાં પહોંચી શકતા ન હતા, તેથી આ માસૂમ બાળકે તેના વૃદ્ધ દાદા સાથે મળીને પોતાનું ઘર બચાવ્યું.
તમે આ પણ વાંચી સકો છો :
“Express View City”/કવવન ઈન્ફ્રાએ ધોલેરામાં “એક્સપ્રેસ વ્યુ સિટી” પ્રોજેક્ટ લોન્ચ કર્યો
તમે આ પણ વાંચી સકો છો :
Heat Wave Rise Alert : બનાસકાંઠામાં ગરમી વધવાની આગાહી, આગામી બે દિવસ તાપમાનનો પારો ઉંચકાશે