Fire Incident In Textile Mill : ઉધના વિસ્તારની ટેક્ષટાઇલ મિલમાં આગનો બનાવ. ફાયર વિભાગ દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ.
મિલમાં મોડી રાત્રે આગ લાગી ગઈ
સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલા રોડ નં.6 પરની શ્રી કૃષ્ણ મિલમાં મોડી રાત્રે આગ લાગી ગઈ હતી. આગ લાગતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. જોકે, આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
10થી 15 જેટલી ફાયર ગાડીઓ ટીમો સાથે ઘટના સ્થળે પહોંચી
સુરતમાં અવાર નવાર બનતી આગની ઘટનમાં વધુ એક વધુ આગના બનાવનો ઉમેરો થયો છે. જેમાં ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 6 આવેલી શ્રી કૃષ્ણ મિલમાં આગ લાગી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભાગદોડ મચી હતી. આગ અંગેની જાણ થતાં જ 10થી 15 જેટલી ફાયર ગાડીઓ ટીમો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર બે કલાક સતત પાણીનો મારો ચલાવી આગ પર મેળવાયો હતો. ફાયર ઓફિસરે કહ્યું કે, કોલ મળતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે, આગમાં મોટું નુકશાન થયાની ભીતિ સેવવામાં આવી રહી છે.
Fire Incident In Textile Mill : કપડાં મિલોમાં ફાયર સેફટીને લઈને હમેશા બેદરકારી દાખવવામાં આવતી હોય
કાપડના જથ્થા સહિતનો કાચો જથ્થો પણ આગમાં બળીને ખાક થઈ ગયો છે. કપડાં મિલોમાં ફાયર સેફટીને લઈને હમેશા બેદરકારી દાખવવામાં આવતી હોય છે. ત્યારે જયારે પણ આગનો બનાવ બને છે ત્યારે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચે એટલા સમયમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. અને મોટું નુકશાન થવા પામે છે. અને જવાબદાર વિભાગો પણ સમયાંતરે જે આવી મિલોમાં ચેકિંગ કરવાનું હોય એ કરાતું નહીં હોવાથી દુર્ઘટના સમયે મોટી હોનારતો સર્જાય છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :
Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT