Fire Broke Out In Ankleshwar : આગના પગલે અફરાતફરીનો માહોલ ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી નજરે પડયા. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો. આગની ચપેટમાં અન્ય બે નાની કંપનીઓ પણ આવી.
કંપનીમાં અફરાતફરી મચી
અંકલેશ્વર GIDCમાં આવેલી પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ છે.
આગ ના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા
અંકલેશ્વર GIDCમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે, તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે. આજે વહેલી સવારે આ ભયનાક આગ ભભૂકી ઉઠી હતી. અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજુ પણ આગ યથાવત છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ DISH ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
Fire Broke Out In Ankleshwar : 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા
આજે વહેલી સવારે જૈન પેકેજીંગ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા. કંપનીની આજુ બાજુમાં આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી છે. ત્યારે DPMC ના અંદાજીત 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આગમાં કોઈ જાનહાની થઈ નથી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: