HomeGujaratFarmers Worried About Crop Damage : છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો, વરસાદ પડતાં...

Farmers Worried About Crop Damage : છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો, વરસાદ પડતાં પાકને મોટું નુકશાન – India News Gujarat

Date:

Farmers Worried About Crop Damage : પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત સરકાર પાસે વળતરની માંગ.

વરસાદ પડતાં અનેક જગ્યાએ પાકને મોટું નુકશાન

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડતાં અનેક જગ્યાએ પાકને મોટું નુકશાન થયું છે. ખેડૂતોએ કરેલા ઉનાળુ પાકમાં વરસાદના કારણે નુકશાન થાત ખેડૂતો ચિંતિત બન્યા છે.

ખેડૂત પર મુશ્કેલીનું આભ ફાટ્યું

છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ પઢયો હતો. રાત્રીના અંધકારના સમયે વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે વરસાદ પડતા ખેતીના પાકને મોટું નુકશાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હતો. હવે જગતનો તાત કહેવાતો ખેડૂત પર મુશ્કેલીનું આભ ફાટ્યું છે. ઉનાળુ પાકમાં ખેડૂતોએ તલ,મગ, મકાઈ અને પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે.

Farmers Worried About Crop Damage : વળતર આપવામાં આવે તો ખેડૂતો આર્થિક મુશ્કેલી માંથી બહાર આવી શકે

છોટાઉદેપુરના ખેડૂતોએ જુદા જુદા વિસ્તારમાં ઉનાળુ પાક માટે ખેતી કરી હતી, પાકને લણવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોના માથે આભ ફાટ્યું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, દવા, ખાતર દેવું કરીને ખેતી કરી હતી અને અંતે કુદરતી આફત આવતા ખેડૂતો પાકને સગેવગે કરે તે પહેલાં જ વરસાદ પડી જતા ખેડૂતો પોતાના પાક બગડેલો જોઈ દુઃખી થયા છે. સરકાર સર્વે ટીમ બનાવી સર્વે કરાવે અને ખેડૂતોને નુકશાનનું વળતર ચુકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સર્વે કરીને સરકારના ધારા ધોરણ મુજબ વળતર આપવામાં આવે તો ખેડૂતો આર્થિક મુશ્કેલી માંથી બહાર આવી શકે તેમ છે.

તમે આ પણ વાંચી સકો છો :

Manish Sisodia: મનીષ સિસોદિયાને નથી મળી રાહત, દિલ્હી હાઈકોર્ટે ન્યાયિક કસ્ટડી 30 મે સુધી લંબાવી

તમે આ પણ વાંચી સકો છો :

NewsClick Case: સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ 

SHARE

Related stories

Latest stories