HomeGujaratFarmers harassed by power cuts : ખેડૂતોએ નિયમિત વીજળીની માંગ સાથે આવેદન...

Farmers harassed by power cuts : ખેડૂતોએ નિયમિત વીજળીની માંગ સાથે આવેદન આપ્યું -INDIA NEWS GUJARAT

Date:

સુરત જીલ્લા ખેડૂત સમાજે બારડોલી પ્રાંતને આવેદન આપ્યું -INDIA NEWS GUJARAT

ગુજરાતભરમાં વીજળીની સમસ્યાથી (Farmers) ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેથી ઠેર ઠેર (Farmers) ખેડૂતોના આંદોલન જોવા મળી રહ્યા છે. સમયસર પાણી અને વીજળી ન મળી રહેતા ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવી રહ્યાની ફરિયાદ સાથે સુરત જીલ્લા (Farmers)  ખેડૂત સમાજે બારડોલી પ્રાંતને આવેદન આપ્યું હતું.

(Farmers)  ખેડૂતો માટે ખેતીનો વ્યવસાય જીવાદોરી સમાન છે. જેના માટે વીજળી અને પાણી પ્રથમ પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. ત્યારે જિલ્લાના (Farmers) ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત ન મળતાં ત્રાસીને (Farmers) ખેડૂતોએ બારડોલી પ્રાંતને આવેદન આપ્યું છે. ગરમીનાં સમયમાં પાકને પાણીની વધું જરૂર હોઇ તેવા સમયે વીજળીનો પુરવઠો ઘટાડતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો છે. સાથેજ અનિયમિત વીજળી પ્રવાહ અપાતા પૈસા,મહેનત તેમજ ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. – LATEST NEWS

સળંગ 10 કલાક વીજળીની કરી માંગ -INDIA NEWS GUJARAT

સુરત જીલ્લા (Farmers) ખેડૂત સમાજે નિયમિત વીજળીની માંગ સાથે બારડોલી પ્રાંતને આવેદન આપ્યું હતું.અને દીવસ દરમિયાન સળંગ 10 કલાક ખેતી માટે વીજળી આપવા માંગ કરી હતી.અને જો આ મામલે ટૂંક સમયમાં કોઈ નિરાકરણ નહીં આવશે તો (Farmers) ખેડૂત સમાજે આંદોલનની પણ ચીમકી પણ ઉચ્ચારી છે.

હાલમાં તો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં લોકોની એક પછી એક સમસ્યાઓ તેમાં પણ પાણી માટેની સમસ્યા વધુ સાંભળવા મળતી હોય છે. તે સમસ્યા માટેની વાતો અત્યારે પણ જોવા મળી રહી છે. માણસની સાથે ખેતીપાકને પણ પાણીની જરૂર છે. ત્યારે જ ખેતીને અપાતા વીજ પુરવઠામાં અઠવાડિયાથી 2 કલાકથી વધુ સમયનો કાપ મુકાતા સમગ્ર દક્ષિણ ગુજરાતના શેરડી, ડાંગર સહિતના પાક પકવતા ખેડૂતો (Farmers) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. – LATEST NEWS

વીજ કંપની 6 કલાક જ વીજળી ખેતીને આપી રહી છે -INDIA NEWS GUJARAT

ગુજરાતમાં અને ખાસ દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો સિવાય મોટી સંખ્યામાં (Farmers) ખેડૂતો શેરડી,ઉનાળુ ડાંગર, શાકભાજી સહિતના પાકો લઈ રહ્યા છે. ત્યાં હાલમાં ભરઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે શિયાળાની સરખામણીએ આ દરેક પાકોને પાણી જરૂરિયાત વધુ થતી હોય છે. કેટલીક જગ્યાએ નહેરનું પાણી પહોંચે છે પણ કેટલીક જગ્યાએ પહોંચતું નથી. આ સ્થિતિમાં પાણી માટે પૂરતો વીજ પુરવઠો મળે એ જરૂરી છે. જો વીજ પુરવઠો ન મળે તો મોટી સમસ્યા ઉભી થાય છે. સરકાર દ્વારા આમ તો અગાઉ 8 કલાક વીજ પુરવઠો ખેતી માટે મળતો હતો પણ છેલ્લા અઠવાડિયાથી વીજ કંપની 8ની જગ્યાએ 6 કલાક જ વીજળી ખેતીને આપી રહી છે.– LATEST NEWS

વીજકાપથી પાક સુકાઈ રહ્યો છે -INDIA NEWS GUJARAT

જિલ્લામાં અંદાજે 80 હજાર (Farmers) ખેડૂતોને વધુ અસર છે. હાલ શેરડીના પાકને પાણીની વધુ જરૂર છે ત્યારે જ પાણી પૂરતું ન મળતા શેરડીનો વિકાસ અટકી પણ શકે છે.નવસારી જિલ્લામાં 5600 હેકટરમાં ઉનાળુ ડાંગર, 12 હજાર હેકટરમાં શેરડી તથા 1 હજાર હેકટરમાં શાકભાજીનો પાક છે, જેને 2 કલાકના રોજના વીજકાપથી અસર થશે. જોકે કેરીના પાકને વધુ અસર થશે નહીં એમ જાણવા મળે છે. ડાંગ જિલ્લામાં હાલ ડાંગર, મગફળી વિગેરે પાકને પણ અસર થવાની શક્યતા છે. – LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Sura corporation : મનપા સંચાલિત સ્વિમીંગ પુલની  ફી નો જીએસટી ચાર્જ પાલિકા ભરશે

તમે આ વાંચી શકો છો: Rising of Vegetable Price-શાકભાજી ના ભાવમા વધારો

 

 

 

SHARE

Related stories

Latest stories