HomeGujaratFake Lure Of Marraige : સુરતના ખટોદરા વિસ્તારની ઘટના, લગ્નની લાલચ આપી...

Fake Lure Of Marraige : સુરતના ખટોદરા વિસ્તારની ઘટના, લગ્નની લાલચ આપી મહિલાને પ્રેમમાં પાડી – India News Gujarat

Date:

Fake Lure Of Marraige : મહિલા સાથે મદદ ના બહાને દુષ્કર્મ. મહિલા પાસે સારવાર ના બહાને 1.39 કરોડ પડાવ્યા. જવેલર્સના માલિક સહીત 7 લોકો સામે ફરિયાદ. ખટોદરા પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી.

કુલ 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

સુરતના ખટોદરા વિસ્તારમાં એક દુષ્કર્મ અને છેતરપિંડીનો ચોંકાવી દે એવો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ તેના પરણિત પ્રેમી સહિત કુલ 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલાને તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી. તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવા સહિત કરોડો રૂપિયા પડાવી લીધાની ફરિયાદ દાખલ કરાવી છે.મહિલા પાસેથી કુલ રૂપિયા 1.39 કરોડ રૂપિયા પડાવી તેની સાથે છેતરપિંડી કરી હતી. જેથી, આખરે ભોગ બનનાર મહિલાએ આ મામલે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા. પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Fake Lure Of Marraige : 1.39 કરોડ રૂપિયા પડાવી તેની સાથે છેતરપિંડી કરી

ખટોદરા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ. વર્ષ 2016માં એક ફંક્શનમાં તેમના કોલેજના મિત્ર ઉદય હેમંત નવસારીવાલા ઉર્ફે નાગરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને અવારનવાર ફોન પર વાતો કરતા હતા. આ દરમિયાન ઉદય અને તેની વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. ઉદયે મહિલાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ઉદયે તેણીને જણાવ્યું હતું કે, તે આગામી દિવસોમાં તેની પત્નીને ડિવોર્સ આપી તેની સાથે લગ્ન કરશે એમ કહી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. જોકે, બાદમાં લાંબો સમય થવા બાદ પણ ઉદય તેની સાથે લગ્ન નહીં કરી માત્ર સમય પસાર કર્યો હતો. અને પોતાની સારવાર માટે અવારનવાર પૈસાની જરૂર છે. કહીને કુલ રૂપિયા 1.39 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. સાથે તેમના સાગરીતોએ ભેગા મળી નકલી હોસ્પિટલથી લઈને ડિવોર્સ પેપર ઉભા કરી.

દાગીનાઓ ગીરવે મૂકાવી પૈસા પડાવી લઇ ઉદયે હાથ ઊંચા કરી લીધા

પોલીસે હાલ દુષ્કર્મ કેસમાં સ્નેહલ દલાલ, કેતુલ દલાલ અને વિતરાગ શાહની ધરપકડ કરી. મહિલા પાસેથી તમામ રોકડ રકમ અને તેના દાગીનાઓ ગીરવે મૂકાવી પૈસા પડાવી લઇ. ઉદયે હાથ ઊંચા કરી લેતા આખરે મહિલાએ આ મામલે ઉદય હેમંત નવસારીવાળા ઉર્ફે નાગર સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત આ સમગ્ર કેસમાં ઉદયને મદદ કરનાર વીતરાગ મુકેશ શાહ, હેમંત નવસારીવાલા ઉર્ફે નાગર, દલાલ મહેશ મવાની, અમદાવાદના આચાર્ય એ.જે. (ગુરૂજી), કેતુલ દલાલ જે ભાગ્ય લક્ષ્મી જ્વેલર્સના માલિક છે. સ્નેહલ દલાલ સામે પણ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Fake Lure Of Marraige : હોસ્પિટલ પણ નકલી ઊભી કરી હતી

મુખ્ય આરોપી ઉદયે પીડિત સાથે શારીરિક સંબંધ બાંધી લીધા બાદ ઉદય તેણી માંથી છૂટવા માંગતો હતો. જેથી ઉદયે રાંદેર રોડ નવયુગ કોલેજની સામે આવેલ કોટિયાર્કમાં રહેતા તેના મિત્ર વિતરાગ મુકેશ શાહની મદદ લીધી હતી. બંનેએ ભેગા મળી પીડિતા માંથી છૂટવા માટે પ્લાન બનાવ્યો હતો. જેમાં વિતરાગ શાહે ઉદયની તબિયત ખરાબ હોવાથી તેને પીપલોદ વિસ્તારમાં આવેલ સનસાઈન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. એવું કહીને બહાનું બનાવી તેમની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલ પણ નકલી ઊભી કરી હતી. આ દરમિયાન પીડિતાને વિશ્વાસ અપાવવા બંનેએ હોસ્પિટલના ખોટા મેડિકલ રિપોર્ટ બનાવી ઉદય હોસ્પિટલમાં દાખલ છે તેવા ખોટા વીડિયો બનાવી પીડિતાને મોકલતા હતા અને તેના સારવાર માટે વધુ પૈસાની જરૂર છે. કહીને અવારનવાર તેની પાસેથી રોકડ રકમ પડાવી લીધી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી

તમે આ પણ વાંચી સકો છો :

PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે

SHARE

Related stories

Latest stories