Eye Care Awareness Campaign: ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ યોજી લોકોને જાગૃત કરાશે
ASG EYE હોસ્પિટલ અને સૌમિત ગ્રુપ દ્વારા આંખોની સંભાળ માટે જાગૃતિ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સૌમિત ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેતન ઝવેરી અને ASG EYE હોસ્પિટલના ડોકટરોએ આ અભિયાનની શરૂઆત કરીને એક મહિનો સુધી આ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.
આંખોની સંભાળ માટે જાગૃતિ અભિયાન
આખોની સંભાળ રાખવા માટે એક મહા અભિયાન ની શરૂઆત કારવમાં આવી છે. વર્ષ દરમિયાન હોસ્પિટલની ટીમ વિભિન્ન સરકારી, અર્ધ સરકારી વિભાગો, કોર્પોરેટ ઓફિસો અને ગામડાઓમાં જઈ કાર્યક્રમોના આયોજન થકી લોકોને જાગૃત કરશે. અભિયાન અંતર્ગત ASG EYE હોસ્પિટલની ટીમ વિવિધ સરકારી, અર્ધ-સરકારી વિભાગો, કોર્પોરેટ ઓફિસો, હાઉસિંગ સોસાયટીઓ અને ગામડાઓમાં જઈ નેત્ર તપાસ શિબિર અને સેમિનારના માધ્યમથી લોકોને જાગૃત કરશે. આંખોની બીમારીઓના નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે દેશભરમાં જાણીતી હોસ્પિટલ એટલે કે ASG EYE હોસ્પિટલ અને સુરતનું જાણીતું ઔધોગિક ગ્રુપ સૌમિત ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આંખોની બીમારીથી બચવા અને આંખોની સાર સંભાળ રાખવા માટે લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.
સૌમિત ગ્રુપના મેનેજિંગ ડિરેકટર કેતન ઝવેરીના હસ્તે આ અભિયાનની શરૂઆત થઈ છે. આ પ્રસંગે ASG eye હોસ્પિટલના ડૉ.મિલાપ વાઘેલા, ડૉ. રાઘવ રવાની, ડૉ. સૌરભ શાહ અને ડૉ. શૈલેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. નેત્ર જાગૃતિ અભિયાન અંગે માહિતી આપતા ASG EYE હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અભિયાનનો ઉદ્દેશ્ય વર્ષ 2024માં 20 હજાર લોકોને નેત્ર સંબંધિત બીમારીઓ જેમકે ડાયાબીટીક રેટીનોપૈથી, કીકીના રોગ, ગ્લુકોમા, મોતિયા બિંદુ અંગે જાગૃત કરવાનો છે.
Eye Care Awareness Campaign: સરકારી કચેરી, શાળા, કોલેજોમાં અભિયાન ચલાવશે
ASG EYE હોસ્પિટલ નેત્ર ચિકિત્સા માટે દેશભરમાં જાણીતું નામ છે. દેશભરમાં 170 હોસ્પિટલ ધરાવે છે, જ્યાં નેત્ર સંબધિત બીમારીઓનું નિદાન અને ઉપચાર કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ASG EYE હોસ્પિટલ સુરત ખાતે પણ સેવા આપી રહી છે. સૌમિત ગ્રુપ એ સુરતનું એક મોટું અને જાણતી ઔધોગિક ગ્રુપ છે જેની સ્થાપના 1963 માં થઈ હતી. ASG eye હોસ્પિટલ અને સૌમિત ગ્રુપ દ્વારા 4 ફેબ્રુઆરીથી નેત્ર જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ અભિયાન સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે. આ અભિયાન અંતર્ગત ASG EYE હોસ્પિટલ અને સૌમિત ગ્રુપ દ્વારા નેત્ર જાગૃતિ માટેના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ખાસ કરીને સરકારી, અર્ધ સરકારી વિભાગો, કોર્પોરેટ ઓફિસો, શાળા – કોલેજો, ઔધોગિક ગૃહો, એનજીઓ અને ગામડાઓમાં જઈને કાર્યક્રમોના આયોજન થકી લોકોને આંખોની બીમારી અને આવી બીમારીઓથી બચવા માટેના ઉપાયો બાબતે જાગૃત કરવામાં આવશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: