HomeGujaratસુરતમાં ગર્ભના સોદાગરોનો પર્દાફાશ-INDIA NEWS GUJARAT

સુરતમાં ગર્ભના સોદાગરોનો પર્દાફાશ-INDIA NEWS GUJARAT

Date:

સુરતમાં ગર્ભના સોદાગરોનો પર્દાફાશ-LATEST NEWS

સુરતના પાંડેસરા વિસ્તારમાં

આવેલી જલારામ ક્લિનિક, લવલી ક્લિનિકમાં ગર્ભપરિક્ષણ થતું હોવાની ફિરયાદો ઉઠી હતી. તેમજ સુરતની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાની ફરિયાદ SMC ને મળતાની સાથે જ મહાનગર પાલિકાના આરોગ્ય કર્મી અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને  જલારામ પોલી ક્લિનિક, ઈસુ સાર્વજનીક નર્સિંગ હોમ અને લવલી ક્લિનિક એન્ડ પ્રસૂતિગૃહના તબીબી સામે પોલીસ ફરિયાદ નોધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય થતું હોવાની ફરીયાદ ઉઠી હતી. જેને લઈને પાલિકા દ્વારા મોડે મોડે દરોડા પાડી પર્દાફાશ કર્યો છે.-LATEST NEWS

30 હજાર આપો અને ગર્ભ પરીક્ષણ કરાવો! આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં  માતા-પિતાની મિલીભગતથી 30 હજાર રૂપિયા આપી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય ચાલી રહ્યું હોવાની માહિતી SMC જે મળતાની સાથે જ મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું. લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરવામાં આવતું હતું. આ મામલે ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. LATEST NEWSWomen's reproductive health affected by rising c-sections, lack of sunlight  exposure - The Hindu BusinessLine

એજન્ટો પુત્રી ના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે  એજન્ટો મોટા ભાગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરે છે. આ કામગીરીમાં સંપૂર્ણપણે ગોપનીયતા રખાય છે, આવી હકીકત સુરત મનપાની મળતા મોડે મોડે જાગેલી પાલિકાની ટીમે દરોડા પાડ્યા હતા. મનપાની ટીમને બાતમી મળી જતા હરકતમાં આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં સોનોગ્રાફી મશીન તો મળ્યું ન હતું.LATEST NEWS

બન્ને મહિલા તબીબની પોલીસે અટકાયત કરી જોકે અપ્રમાણિત તબીબની સર્ટી હોવાથી જલારામ પોલી કલીનીકના તબીબ નિરૂપા સિન્હા અને લવલી ક્લિનિકના ડો. કમલજીત કૌરને ડિટેઇન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર પણ અત્યાર સુધી જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું આ કિસ્સા પરથી લાગી રહ્યું છે ત્યારે આવી રીતેનું કૃત્ય કેટલા સમયથી ચાલતું હશે. તેનો તો કોઈ અંદાજો કરી શકાય નહીં. આ રીતે ગુનામાં સંડોવાયેલ તમામ સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.LATEST NEWS

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories