Exibtion ચાર દિવસના ઉદ્યોગ-2022 નો સરસાણા ખાતે થયો પ્રારંભ– India News Gujarat
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૮, ૯, ૧૦ અને ૧૧ એપ્રિલ, ર૦રર ના રોજ સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ Exhibtion એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦રર’ Exhibtionયોજાયું છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ–અપ ઇન્ડિયા અભિયાન હાથ ધર્યું હતું. જેના ભાગરૂપે સ્ટાર્ટ–અપને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગExhibtion માં ર૭ જેટલા ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટ–અપ પેવેલિયનમાં સમાવી લેવામાં આવ્યા છે. Exhibtionઓટોમેશન, કલાઉડ બેઇઝ પીઓએસ સોફટવેર, ૩૬૦ ડીગ્રી રિવોલ્વીંગ સિલીંગ ફેન પેટેન્ટેડ ટેકનોલોજી, સ્માર્ટ ડિજીટલ બિઝનેસ કાર્ડ, અત્યાધુનિક ફાર્મિંગ માટે આઇઓટી બેઇઝ સોલ્યુશન, ઇન્ફ્રાસ્ટ્રકચર ઓટોમેશન, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઓટોમેશન, બાયોમેડીકલ ઓટોમેશન, સી વોટર ડિસ્ટીલેશન માટે સંપૂર્ણ સોલ્યુશન અને ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ સોફટવેર પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. Exhibtion એકઝીબીટર્સને તમામ પ્રકારના નવા ગ્રાહકો, નવા સપ્લાયર્સ અને નવા બજારો પૂરું પાડવાની તક આપે છે. – India News Gujarat
Exhibtion ઇન્ડસ્ટ્રીને ટેકનોલોજી અપગ્રેડેશન માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે : રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા – India News Gujarat
ગુજરાતના રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ Exhibtion અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત Exhibtionની શરૂઆત કરી હતી અને હવે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બની ગયું છે. ગુજરાતમાં હવે પીનથી લઇને પ્લેન સુધીનું ઉત્પાદન થઇ રહયું છે. ઇ–મની ટ્રાન્ઝેકશન પણ મહત્વનું બની રહયું છે. ગુજરાત હવે અલગ – અલગ સેગમેન્ટ પ્રમાણે ગ્રો કરી રહયું છે અને વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટમાં આગળ વધી રહયું છે. પહેલા યુરોપિયન દેશોમાં ઉદ્યોગપતિઓ Exhibtion જોવા માટે જતા હતા પણ હવે તો સુરતમાં ઘરઆંગણે જ ચેમ્બર દ્વારા વિવિધ Exhibtionનું આયોજન કરવામાં આવે છે. Exhibtion સમગ્ર ઇન્ડસ્ટ્રીને ટેકનોલોજી અપગ્રેડેશન માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. સુરત મેન મેઇડ ફેબ્રિકસ અને કોટનની અંદર ઉભરી આવ્યું છે ત્યારે ટેકનીકલ ટેક્ષ્ટાઇલ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે. કન્વેન્શનલ લૂમ્સને પણ ઓટોમાં લઇ જવું પડશે.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Common plot મામલે મહિલાઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ