વરરાજાની સાળીને મારવા Ex boyfriend એ પ્લાન ઘડ્યો હોવાનો વધુના પિતાનો આક્ષેપ
- બ્લાસ્ટમાં વરરાજાની આંખ અને ડાબા હાથનું કાંડું ઘરે જ તૂટીને છુટુ પડી ગયું
- 3 વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર
- ગીફ્ટ મોકલનાર રાજેશ ધનસુખ પટેલ સહિતનાને ઝડપી પાડ્યા
- નક્સલી કનેકશન છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું
Ex boyfriend : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામ ખાતે એક ચકચારી ઘટના બની છે. જેમાં મિંઢાબારી ગામે ગત રોજ મંગળવારે સવારે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો. જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થઇ હતી. આ કેસની તપાસમાં પોલીસે ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ગીફ્ટ મોકલનાર રાજેશ ધનસુખ પટેલ સહિતનાને ઝડપી પાડ્યા છે.
સુરતના રેન્જ આઇ જી રાજ કુમાર પાંડિયને આ અંગે તમામ વિગતો આપી હતી તેમજ આરોપીનું નક્સલી કનેકશન છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.-India News Gujarat
ડિટોનેટર ફિટ કરી પ્રેમિકાને ઉડાવવાની કોશિશ
મિંઢાબારી ગામ ખાતે લગ્નમાં ભેટમાં મળેલા રમકડામાં થયેલા બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અને FSL ની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી .આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે .વાંસદા તાલુકાના મિંઢાબારી ગામના યુવક લતેશ ગાવિતના ગત 12 મી મે ના દિવસે લગ્ન હતા.
આ અંગે યુવકના સસરાએ જણાવ્યું હતું કે તેમની નાની દીકરી અને જમાઇ આજે સવારે ગિફ્ટ ચેક કરી રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં તેમની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલે આરતી પટેલ નામની આશા વર્કર દ્વારા આ ટેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક ગિફ્ટ મોકલાવ્યું હોવાનું સામે આવ્યુ છે. વધુના પિતાએ આગળ એ પણ જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી તેના પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી ન બોલાવતી હતી .જેથી કરીને તે શખ્સ આ કૃત્ય આચર્યુ હોવાની આશંકા છે. બ્લાસ્ટમાં વરરાજાની આંખ અને ડાબા હાથનું કાંડું ઘરે જ તૂટીને છુટુ પડી ગયું હતું.
વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અને 3 વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર થતાં તેને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે .આ કેસમાં વરરાજાની આંખમાં 100 ટકાની ડેમેજ થવાની સંભાવના ડોક્ટરો દ્વારા જોવાઇ રહી છે. આ સમગ્ર ઘટનામાં ગિફ્ટ મોકલનારા પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલ ઝડપી પાડ્યા છે. -India News Gujarat
તમે આ વાંચી શકો છો: surat RTO એ 1000થી વધુ લાયસન્સ રદ્દ કર્યા