Employment Fair, Vyara: 916 માંથી 510 યુવક-યુવતીની નોકરી માટે પસંદગી
પોતાની સ્કીલને એવી બનાવો કે તમે નોકરીથી વંચિત ન રહો
તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આદિજાતિ વિકાસ, શ્રમ, અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિનાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જિલ્લામાં ૯૦૦ થી વધુ રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
18 જેટલી કંપનીઓ દ્વારા રોજગારી આપાઈ
આદિવાસી યુવક યુવતી ને રોજગારીની તક પૂરી પાડવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 900 થી વધુ યુવક યુવતી એ ભાગ લઈને રોજગાર મેળાનો લાભ લીધો હતો. આ પ્રસંગે 18 જેટલી કંપનીઓ દ્વારા કુલ-૫૧૦ ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પત્રો તથા ૧૮ રોજગારદાતા કંપનીઓને પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ, રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. તાપીના વ્યારા ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ રોજગાર વાંચ્છુક યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષના રોજગાર મેળામાં ૪૦૦ થી વધુ ભરતી થઇ હતી ત્યારે આજે 916 જેટલી પદો માટે યુવાનોને રોજગારીની તકો મળી છે. જેમાંથી ૫૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઇ છે.
Employment Fair, Vyara: તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કુંવરજી હળપતીની ગેરંટી
એક છેવાડાના જિલ્લા તરીકે તાપી જિલ્લા માટે આ બાબત ગર્વ કરવા યોગ્ય છે. તેમણે સૌ યુવાનોને પોતાનું જીવન સુધારવા માટે કઠોર પરિક્ષમ ખુબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. પોતાની સ્કીલને એવી બનાવો કે તમે નોકરીથી વંચિત ન રહો. તેમણે ખંતથી મહેનત કરવા અને પોતાની આવડતમાં વધારો કરવા જણાવ્યું હતું.
કુંવરજીભાઈ એ વધુમાં જણાવ્યું કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જયારે યુવાનોના રોજગારીની ચિંતા કરે ત્યારે કોઈ પણ યુવાન રોજગારથી વંચિત રહેશે નહી એમ દ્રઢતા પુર્વક જણાવ્યું હતું. અને “તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કુંવરજી હળપતીની ગેરંટી.” એમ વધુમાં ઉમેર્યું હતું.
તમે આ પણ વાંચી શકો છો:
Gujarat BJP Politics: ગુજરાતમાં 20 સાંસદોની ટિકીટ થશે રદ
તમે આ પણ વાંચી શકો છો: