૬ કલાકથી વીજળી ડુલ, રજાના દિવસે લોકો પરેશાન
એક બાજુ સરકાર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડતી હોવાના દાવા કરી રહી છે.તો બીજી બાજુ સરકારનાજ અંગો સરકારી દવા ને પોકળ સાબિત કરી રહ્યા છે.ખાસ કરીને વીજળી વિભાગ તો ફાટીને ધુમાળે ગયું હોય એમ લાગી રહ્યું છે.છેવાડાના ગામડાઓ સુધી વીજળી પોહાચાડવાનું તો દુર પણ મહાનગરપાલિકા નો હિસ્સો બનવા જઈ રહેલા અને સમગ્ર એશિયાની જાણીતી ઉધ્યોગનગરી વાપીના બલીઠામાજ વિજ વિભાગના ધાંધિયા થી લોકો પરેશાન થઇ ગયા છે.આજે રવીવાર છે અને વરસાદ એ વાપીમાં મઝા મૂકી છે.તેવા સમયે રજા દિવસે ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ ઘરની બહાર નીકળવું ખુબજ મુશ્કિલ બન્યું છે.તો બીજી બાજુ બલીઠા ના મોટા ભાગના વિસ્તારમાં કલાકોથી વીજળી ડુલ થઇ છે અને તેની ફરિયાદ માટે કોઈ પણ સંપર્ક થતો ન હોવાનો લોકો કહી રહ્યા છે.
ડી.જી.વી.સી.એલ ના સરકારી બાબુ ની કાયમી લાપરવાહી
વાપીના બલીઠા વિભાગના સરકારી બાબુઓ ફાટીને ધુમાડે ગયા છે એ વાત ને કોઈ ૨ મત નથી, કારણ કે આ કોઈ પહેલી વાર નથી કે બલીઠા વિભાગના ડી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ કે અધિકારીઓ એ મનમાની ન કરી હોય કે ગ્રાહકો ને જવાબ ન આપ્યો હોય.અનેક વાર આજ રીતે અધિકારીઓ અને કર્મચારીઓ જનતાને રંજાડી રહ્યા છે.લગભગ ૬૦૦ થી વધુ મકાનો માં વીજળી નથી.પણ તેમનું સંભાળવા વાળું કોઈ નથી.છેલ્લા ૪ મહિનાથી આ કર્મચારીઓ પ્રિમોન્સુન કામગીરી ના નામે કલાકો સુધી વીજળી નો સપ્લાય કાપી ચુક્યા છે અને ત્યાર બાદ પણ થોડોક પણ વરસાદ પડે તો આ વિસ્તારમાં કાળી ચાદર છવાય જાય છે.જેથી સવાલ એ છે કે શું પ્રિમોન્સુન ની કામગીરીમાં માત્ર વેઠ ઉતારવામાં આવી રહ્યો છે?
ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નાજ વિસ્તારમાં વિજ ધાંધિયા
જોવાની વાત તો એ છે કે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નો આ મત વિસ્તાર છે અને તેનાથી પણ મોટી વાત તો એ છે કે વીજળી વિભાગ પણ કનુભાઈ દેસાઈ ના હાથમાં છે.તેમ છતાં છાંકટા બનેલા અધિકારીઓ ને કોઈનોજ ડર ન હોય એમ લાગી રહ્યું છે.મંત્રી નો મત વિસ્તાર હોવા છતાં લોકો ને પરેશાની ભોગવવી પડી રહી છે એટલે દીવા તળે અંધારું પ્રતીત થઇ રહ્યું છે.અહીના રહીશો નું કેહવું છે કે મોટાભાગે રોજના ૧-૨ કલાક વીજળી ડુલ થઇ જાય છે.તેમ છતાં કોઈ જવાબદાર નથી.આજે એટલે કે રવિવારે ૧૨:૩૦ વાગે વીજળી ગઈ હતી અને તેઓ ફરિયાદ માટેના નંબર 98792 00992 ઉપર સંપર્ક કરવાની કોશિશ કરી કરી ને થાક્યા છે, પણ ફોન ક્યાંક બીઝી બતાવે તો ક્યાંક વેટીંગ બતાવે છે અને રીંગ જાય તો કોઈ ઉઠાવતું નથી.લોકો ની પરેશાની હાલ કરવાની ડી.જી.સી.એલ વિભાગને કોઈ ચિંતાજ નથી.ત્યારે નાને થી મોટા એમ તમામ જવાબદારો સામે ઉચ્ચ અધિકારીઓ અથવા તો સરકારી તંત્ર પગલા લેય એવી લોક માંગ ઉઠી છે.