HomeGujaratElection Forum Likely To Be Cancelled : સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના...

Election Forum Likely To Be Cancelled : સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને ઉભી થઇ ગૂંચ : ફોર્મ રદ્દ ન થાય તે માટે નિલેશ કુંભાણી જશે હાઇકોર્ટમાં – India News Gujarat

Date:

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સુરત લોકસભા બેઠક પર ભારે રસાકસી જામી છે. શુક્રવારે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે અંતિમ સમયે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરાતા રાજકીય ભૂકંપ આવ્યો છે.

Election Forum Likely To Be Cancelled : ફોર્મ રદ થતાં હવે ગુજરાત કોંગ્રેસ આ મામલે હાઈકોર્ટમાં જશે.આ માટે નિલેશ કુંભાણીએ એક દિવસનો સમય માંગ્યો છે. નિલેશ કુંભણીના ટેકેદારોએ આજે અરજીમાં એવું જણાવ્યું કે, ફોર્મમાં સહી તેમની નથી. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ સમગ્ર બાબતને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આક્ષેપ મુક્યો હતો કે ભાજપે તેમના ટેકેદારોને ધાકધમકી આપી છે, અને તેમને ખરીદવાનો પ્રયાસ કર્યો છે.

ચૂંટણી પહેલા સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસને મોટો ઝટકો

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે. આ મામલે ગોપાલ ઇટલીયાએ જણાવ્યું હતું કે આ માટે અમે કોર્ટમાં જઈશું. નિલેશ કુંભણીના ટેકેદારો અને તેમના ડમી ઉમેદવારના ટેકેદારે પણ પોતાની સહી ન હોવાનું કહેતા મામલો ગૂંચવાયો હતો.

ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ઉઠાવ્યો હતો વાંધો

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ સૌથી પહેલા આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. તેમના દ્વારા નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે મામલે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસે જ્યારે એક દિવસનો સમય માંગ્યો છે, ત્યારે આવતીકાલે ફોર્મ અંગે ઉભી થયેલી ગૂંચ કેવી રીતે ઉકેલાય છે. આ સમગ્ર બાબતને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આક્ષેપ મુક્યો હતો કે ભાજપે તેમના ટેકેદારોને ધાકધમકી આપી છે, અને તેમને ખરીદવાનો પ્રયાસ કર્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું

તમે આ પણ વાંચી સકો છો :

Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત

SHARE

Related stories

Latest stories