નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે લાભાર્થીઓને ચેક એનાયત કરાયા
લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા રાજ્યના તમામ લાભાર્થીઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને હવે દેશની અડધી આબાદી એવી મહિલાઓને પણ વિશ્વાસમાં લેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં સરકાર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં યોજાયો હતો.જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર મોટા પાયે તંત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડા ધરમપુર પારડી ઉમરગામ વલસાડ બેઠક પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પારડી માં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ વલસાડ જિલ્લા ના ઉચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પણ ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમ માં નાણામંત્રી ના હસ્તે લાભાર્થી મહિલાઓ ને સરકાર ની મહિલા સશક્તિકરણ અભિયાન અને સ્વ સહાય જૂથોને સરકાર ની યોજના ના લાભો ના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી અને સંબોધન કર્યું હતુ.. આમ ચૂંટણી અગાઉ સરકાર દ્વારા અત્યારથી જ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.નાણાંમંત્રી એ આ કાર્યક્રમ માં નાણામંત્રીએ પણ જિલ્લા ની મહિલાઓ ને સરકાર ના મહીલા કલ્યાણ ની યોજનાઓ થી માહિતગાર કરવામાં આવી હતી..