HomeGujarat"Ek Pad Ma Ke Naam" : વૃક્ષારોપણ કરી વડાપ્રધાનના "એક પેડ મા...

“Ek Pad Ma Ke Naam” : વૃક્ષારોપણ કરી વડાપ્રધાનના “એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ : INDIA NEWS GUJARAT

Date:

વૃક્ષારોપણ કરી વડાપ્રધાનના “એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થવા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે તેમના મત વિસ્તારના ધી અમરોલી વી. વી. કાર્યકારી સહકારી મંડળી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષા રોપણ કરીને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને ગુજરાતમાં વેગ આપ્યો છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીએ સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને પોતાની માતા અને ભારત માતાના નામે વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.

SHARE

Related stories

Latest stories