Duplicate Remdesivir ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત-India News Gujarat
રેમડેસિવીરના અંદાજે 10,000 કરતા પણ વધુ નકલી વાયલ બનાવીને વેચનાર મુખ્ય સૂત્રધાર સુરતના કૌશલ વોરા અને પુનિત શાહની સંપત્તિ પણ હવે ઈડીએ ટાંચમાં લીધી છે.
- સુરત (Surat)ના ઓલપાડના પીંજરતમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન (Duplicate Remdesivir injection)કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી (Accused) સામે EDએ ગાળિયો કસ્યો છે.
- ડુપ્લીકેટ ઇન્જેક્શનમાં પકડાયેલા આરોપીની સંપત્તિ જપ્ત કરાઈ છે.
- EDએ આરોપીની રુપિયા 1.4 કરોડની સંપત્તિ જપ્ત કરી છે……..India News Gujarat
દેશનું સૌથી મોટુ રેકેટ ઝડપાયુ હતુ (Duplicate Remdesivir injection)
- ભારતમાં જે રીતે કોરોના કાળમાં આફતનો માહોલ જોવા મળે છે, આફતને અવસરમાં બદલવા ગયેલા ગુજરાતના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે રેમડેસિવીર ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયુ હતુ.
- એક ફાર્મહાઉસમાંથી દેશનું સૌથી મોટું બનાવટી રેમડેસિવીર ઇન્જેક્શનનું રેકેટ ઝડપી લેવાયું હતું.
- જો કે હવે રેમડેસિવીરના અંદાજે 10,000 કરતા પણ વધુ નકલી વાયલ બનાવીને વેચનાર મુખ્ય સૂત્રધાર સુરતના કૌશલ વોરા અને પુનિત શાહની સંપત્તિ પણ હવે ઈડીએ ટાંચમાં લીધી છે…..India News Gujarat
રૂ. 1.04 કરોડની સંપત્તિ જપ્ત (Duplicate Remdesivir injection)
- કોરોનાની બીજી લહેરમાં નકલી ઈન્જેક્શન વેચનાર આ બંને સૂત્રધારોની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રૂ. 1.04 કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાની માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપી છે.
- વોરાના પાસેથી રૂ. 89.20 લાખ રોકડા મળી આવ્યા હતા અને શાહ પાસેથી રૂ.11.50 લાખ રોકડ અને બેન્કમાં 3.92 લાખની થાપણો મળી આવી હતી.
- ઈડીએ આ તમામ સંપત્તિ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…………India News Gujarat
શું હતો સમગ્ર મામલો ? (Duplicate Remdesivir injection)
- કોરોનાકાળમાં જડીબુટી બનેલ રેમડેસિવીરનો આ બંને આરોપીઓએ કાળો ધંધો શરૂ કર્યો હતો.
- મધ્યપ્રદેશ રાજસ્થાનમાં નકલી 10,000થી વધુ વાયલ વેચનાર કૌશલ વોરા અને તેના સાગરીત પુનિત શાહનું કૌભાંડ બહાર આવી ગયુ હતુ અને જુન 2021માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
- સુરતના ઓલપડમાં તાલુકાના પિંજરત ગામે એક ફાર્મહાઉસમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસિવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા.
- મોતના સોદાગરોની આ ફેક્ટરીમાં મે માસમાં પોલીસે દરોડા પાડી જ્યારે આ બંનેને પકડ્યા ત્યારે તેમની પાસેથી વધુ 60,000 ડુપ્લીકેટ ઈન્જેક્શન બની રહે તેટલી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી……India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો –
Murder :સુરત માં વધુ એક યુવતીની ગળું કાપી હત્યા
તમે પણ આ વાંચી શકો છો –
Firing on women-ડોક્ટરે 3 ગોળી કાઢી હતી હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે