HomeGujaratDuplicate Products: ઓલપાડમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ ઝડપી પાડતી પોલીસ, 50 લાખથી વધુનો...

Duplicate Products: ઓલપાડમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ ઝડપી પાડતી પોલીસ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત – INDIA NEWS GUJARAT

Date:

Duplicate Products: સુરતના માસમાં ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ અને વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવવામાં આવતું હતું. આ મામલે પોલીસે ૬ ઈસમોની ધરપકડ કરી ૫૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજકાલ નકલી બનાવટી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પોલીસ દ્વારા ઘણી વખત આ તમામ જથ્થો પકડવામાં આવે છે અને આરોપીઓ સુધી પહોંચવામાં આવે છે. પરંતુ ક્યાંક કાયદો નબળો પડતો હોય તેમ હજુ પણ બનાવટી અને નકલી વસ્તુઓનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

Duplicate Products: વિમલ ગુટખા અને શેમ્પૂનું નકલી ઉત્પાદન ઝડપાયું

સુરતના માસમાં ગામની સીમમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ અને વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવવામાં આવતું હતું. આ મામલે મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈશરે સૂચના આપી હતી કે ડુપ્લીકેટ માલ સામાન બનાવતી ગેંગને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે જેથી ઓલપાડ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ઇસનપુર ગામના પાટીયા પાસે માસમાં ગામની સીમમાં ચાંદ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ આવેલું છે. જેમાં પ્લોટ નંબર 33 માં એક ગોડાઉનમાં શંકાસ્પદ ડવ શેમ્પુ તથા વિમલ પાન મસાલા તથા તમાકુ બનાવટનું પેકીંગ થતું હતું. જેથી પોલીસે તપાસ કરતા છ જેટલા ઈસમો ગોડાઉનમાં બનાવટી ડવ શેમ્પુ તથા વિમલ પાન મસાલાનું પેકીંગ કરતા હતા. પોલીસે ડવ શેમ્પુની અલગ અલગ વજન વાળી બોટલો અને પાઉચ અને અન્ય મુદામાલ કબજે કર્યો છે.

ઓલપાડ પોલીસે બે ગોડાઉન માંથી મશીનરી અને અલગ અલગ વસ્તુઓ મળી કુલ 50.16 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. આ અંગે પોલીસે ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય ઈસમ અબ્દુલ હફીઝ ઉર્ફે રાજુભાઇ મહમદ શફી હીરાગલની ધરપકડ કરી છે. સાથે જ કામ કરતા મજૂરો ઇન્તેખાબ અહેમદ, મનોજકુમાર યાદવ, સંદીપ કુમાર યાદવ, રાહુલ સોનકર અને સુનિલ નિશાદની પૂછપરછ કરવા માટે અટકાયત કરી છે અને કંપની ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ પણ લેવામાં આવી છે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સેમ્પલો લીધા હતા હવે સેમ્પલ અને રિપોર્ટ આવે ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમે આ પણ વાંચી સકો છો :

Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

તમે આ પણ વાંચી સકો છો :

Inspiring Story Of Vrunda : જુઝારુ પિતા-પુત્રીની જોડી બની સેંકડો લોકોનો પ્રેરણા, સ્ત્રોતકદ નાનું પણ આત્મવિશ્વાસ આકાશથી ઊંચો

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories