Drugs – ગુજરાતના દરિયાઈ માર્ગો ડ્રગ્સમાં વિલીન
Drugs -ગુજરાતની જળ સીમામાંથી દેશમાં Drugs ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પહેલા કંડલા અને મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી મોટા પ્રમાણમાં Drugsનો જથ્થો ઝડપાયો છે. DRI, કસ્ટમ અને ATS દ્વારા હાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. પોર્ટ પરથી કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે. Drugsને પગલે હાલમાં તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓના પીપાવાવ પોર્ટ પર પહોંચી ગયા છે. Drugs, Latest Gujarati News
ડ્રાય સ્ટેટે ગણાતું ગુજરાત હવે ડ્રગ્સની ચપેટમાં
Drugs – સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી 5 વર્ષમાં પકડાયેલું Drugs
- 21-04-2022
ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કંડલામાંથી 205 kg અંદાજે 1439 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો ઇરાનથી આવ્યો હતો. આ જથ્થો કંડલાથી કોને મોકલવાનો હતો એ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. - 09-11-2021
દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી રૂ. 315 કરોડની કિંમતનું 63 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડ્રગ્સની હેરાફેરીમાં દેવભૂમિ દ્વારકાના સલાયાના શખસોની સંડોવણી ખૂલી હતી. - 15-09-2021
મુન્દ્રા પોર્ટ પર ઈમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાઉડરના નામે 21 હજાર કરોડની કિંમતનું 3000 કિલો હેરોઈન DRIએ પકડ્યું હતું. - 06-01-2021
જખૌ પાસેથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે છ આરોપીને પકડી પાડ્યા હતા. - એપ્રિલ-2021
મુન્દ્રા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની 3000 કરોડના હેરોઈન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ પરથી 120 કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી. - મે-2019
જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા. - 27-03-2019
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને 500 કરોડની કિંમતનું 100 કિલો હેરોઈન અને 25 કરોડ કિંમતના MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો, જેમાં 11 આરોપી પકડાયા હતા. - 12-08-2018
ગુજરાત ATSની ટીમે સલાયા નજીક બોટમાં હેરોઈનની હેરાફેરી કરતાં પાંચ શખસને પકડ્યા હતા. તેમની પાસેથી 15 કરોડની કિંમતનું 8 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું. - જુલાઈ-2017
બ્લુચિસ્તાનમાંથી ગુજરાત આવવા નીકળેલા જહાજમાંથી કોસ્ટગાર્ડે 1500 કિલો હેરોઈન કોસ્ટગાર્ડે દરિયામાંથી ઝડપી પાડ્યું હતું. - 20-12-2016
મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી નીકળેલા જહાજમાંથી શ્રીલંકામાં 800 કિલો કોકેઈન પકડાયું હતું, જેની કિંમત 1200 કરોડ હતી. આ કન્સાઈન્ટમેન્ટ ગાંધીધામની ટિમ્બર પેઢીના નામે હતું અને જહાજ સાઉદી અરેબિયાથી ભારત આવ્યું હતું
કરોડોના ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગોથી લોકોના ખિસ્સા સુધી…..
Drugs, Latest Gujarati News
9000 કિલો ડ્રગ્સ મળી આવ્યું
પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા કન્ટેનર્સમાંથી અંદાજે 9000 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, જે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ હોવાની સંભાવના છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયરણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. Drugs, Latest Gujarati News
કેન્દ્રીય એજન્સીઓ સતર્ક બની
પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એનજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરુપે અમરેલીના પીપાવાવ પોર્ટ પર ગઈકાલે કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું હતું. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. DRI દ્વારા સેમ્પલ લઇને FSLમાં મોકલવામાં આવ્યાં હતા. Drugs, Latest Gujarati News
મહિનાથી કન્ટેન્ર પોર્ટ પર પડ્યા હતા
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજીસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. અહીં કેટલાક કન્ટેનરો છેલ્લા એક માસથી જેમના તેમ પડ્યા છે. બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે અહીં પહોંચી એક કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.
કન્ટેનરમાં ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેને પગલે જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને કન્ટેનરને સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ કન્ટેનર કયા દેશમાંથી આવ્યા છે અને ભારતમાં કઈ પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી. એટલું જ નહીં એક માસ સુધી આ કન્ટેનર છોડાવવા માટે અહીં કેમ કોઈ દેખાયું નથી તેની પણ તપાસ જરૂરી બની છે. Drugs, Latest Gujarati News
સોમવારે અરબી સમુદ્રમાંથી 280 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
આ પહેલા સોમવારે જ ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને 56 પેકેટ (અંદાજે 56 કિલોગ્રામ) કિંમત રૂ. 280 કરોડના ડ્રગના જથ્થા સાથે 9 પાકિસ્તાની ઘૂસણખોર સહિત ઝડપી પાડવામાં આવી હતી. પાક. આરોપીઓ સાથેની બોટને સુરક્ષા તપાસ એજન્સી દ્વારા કચ્છના જખૌ બંદર ખાતે લાવવામાં આવી હતી. જોકે મોટી માત્રામાં પકડાયેલાં ડ્રગ્સના જથ્થાને લઈ સલામતી દળો વધુ સાબદા બની ગયાં છે. Drugs, Latest Gujarati News
ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ
ભારતમાં અત્યારસુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું, પરંતુ આ બંને સરહદો સીલ કરી દેવાતાં ડ્રગ્સમાફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. Drugs, Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો – Global Patidar Business Summit – PMએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની શરૂઆત- India News Gujarat કરી
તમે આ પણ વાંચી શકો છો – Corona Delhi Update :રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ના સક્રિય કેસોમાં 9 ગણો વધારો થયો છે