HomeGujaratDrugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ:INDIA NEWS GUJARAT

Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ:INDIA NEWS GUJARAT

Date:

ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ

Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ:ગાંધી ના ગુજરાત ને જાણે નશા નું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત ડ્રગ્સ ગુજરાત માંથી પકડાઈ રહ્યું છે.ગુજરાત નો દરિયા કિનારો જાણે નશા ના ઝહેર ની હેરાફેરી માટે સેફ જોન બની ગયું હોય તે રીતે ગુજરાત ના દરિયા કિનારે કરોડો નો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.કચ્છ ના મુન્દ્રા પોર્ટ પર તાજેતર માંજ 3000 કિલો 21000 કરોડ ની કિંમત નો ડ્રગ્સ DRI એ ઝડપી પાડ્યો હતો જે હેરોઈનનો આજ સુધી નો સૌથી મોટો જથો હતો.તો કચ્છ નજીક ની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે થી 150 કરોડ ના હેરોઈન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા હતા.કચ્છ ની દરિયાઈ સરહદ પાર થી આવતા નશા ના ઝહેર ને નાથવા એજન્સીઓ બાઝ નજર રાખી ને પહેરો ભરી રહી છે. ગાંધીધામ કચ્છ ના દીનદયાળ પોર્ટ ની બારેથી કન્ટેનર માંથી અંદાજે 250 થી 300 કિલો ડ્રગ્સ પકડાયું ATS -DRIની સંયુક્ત કાર્યવાહી કરાઈ હતી.ત્યાંજ આજે
સરહદ IMBLજખૌ નજીક દરિયાઈ સરહદે થી ડ્રગ્સ પકડાયો છે. અલહજ નામની પાકિસ્તાની બોટમાંથી લોકો ભાગવાની કોશિશ કરી, ફાયરિંગમાં 2થી 3 લોકોને ઇજા થઇ, સર્ચ દરમિયાન 56 બેગમાં 280 કરોડનું હિરોઇન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS એ ઝડપી પડાયું છે.

ગુજરાત ના આર્થિક પાટનગર સુરત માં પણ નશા ના ઝહેર નો કહેર

Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ:સુરત માં તો જાણે અફીણ,ગાંજે અને ડ્રગ્સ નો ઝહેર પોતાનું ફણ ફેલાવી યુવાધન ને બરબાદી માં ધકેલવા તૈયાર બેઠો હોય તેવું પ્રતીત થઈ આવે છે. અફીણ ની હેરા ફેરી માં તાજેતર માજ ધોરણ : 9 ના વિધાર્થી નો ઉપયોગ લેવાતું હોવાનું સામે આવ્યું હતું વિધાર્થી ના સ્કૂલ બેગ માંથી અંદાજે 1.98 લાખની કિંમતનો 2 કિલો જેટલો અફીણનો નામનો ઝહેર
પોલિસે પકડી પડ્યું હતું. SOG ની ટીમે 40 કિલોગ્રામ ગાંજા ના જથા સાથે બે મહિલા અને બે પુરુષ ને ઝડપય હતા આમ માત્ર અફીણ અને ગાંજે જ નહીં પણ આર્થિક પાટનગર સુરતના સરથાણામાં MD ડ્રગ્સ બનાવવા ની લેબોરેટરી ઝડપાઇ હતી અને કડોદરા નિયોલ ચેકપોસ્ટ પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હતું. આમ સતત પકડતા નશા ના ઝહેર થી યુવાનો ને બચવાનું
આપણી જાગૃતિ પર નિર્ભર કરે છે.નહીતો ઉડતા ગુજરાત બનાતા હવે વધુ સમય નહિ લાગે…

અમદાવાદ નશા રૂપી ઝહેર ઓકતા અજગર ના ભરડામાં

Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ:હાઈ પ્રોફાઈલ અને મસ્તી માં જીવન વ્યતીત કરતાં અમદાવાદી ઓના જીવનમાં પણ અજગર બની અને નશા નો ઝહેર ફેલાવી રહ્યું હોવાનું બારે આવ્યું છે.તાજેતર માંજ અમદાવાદ માંથી પણ નશા ના માદક પ્રદાર્થો પોલિસે પકડ્યા છે.
બોપલ નો હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કાંડ ખુબજ ચર્ચા માં આવ્યું હતું. ATS ની ટીમે શાહીબાગ વિસ્તાર માંથી અંદાજીત 5 કરોડની કિંમતનો 1 કિલો ડ્રગ્સ ઝડપી લીધો હતો.અમદાવાદમાં બે સ્થળેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. બે અલગ સ્થળેથી  ગુજરાત NCBને 20 કરોડનું કોકેઈન ડ્રગ્સ ઝડપાયું હતું.
રાજસ્થાન થી અમદાવાદ આવેલા બે શખ્સો ને 25 લાખ ના M D ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.આમ નાના મોટા કેટલાય ઝહેર ના વ્યાપારી અમદાવાદ માં સક્રિય હશે તેનો અંદાજે આના પરથી લગાડી શકાય છે.

રંગીલા રાજકોટને પણ નશાના રંગ માં રંગવાની નાકામ કોશિશો

Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ:રંગીલો રાજકોટમાંથી પણ ડ્રગ્સના સપ્લાયરો પકડાયા છે SOG એ રાજકોટના ગોંડલ માંથી 1 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ સાથે અસરફ સોલંકી અને જુમ્મા લંઘા નામના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતા .70 હજાર ના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુસ્તાક અબ્દુલ ધીસોરા નામ નો વ્યક્તિ ઝડપાયો હતો.રાજકોટ ની નજીક માંથી મોરબીના ઝીંઝુડા ગામેથી રૂ.600 કરોડનું ડ્રગ્સ સાથે ત્રણ ને ATS પકડ્યા હતા.

ગુજરાતનો દરિયો ડ્રગ્સ નામના ઝહેરની હેરાફેરી બેફામ બની

Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ:ગુજરાત નો દરિયા કિનારે ડ્રગ્સ ની હેરાફેરી સતત વધી છે.દરિયા કિનારાના વિસ્તારો માંથી પકડતો કરોડોની કિંમતનો ડ્રગ્સ જોતા નક્કી થઇ ગયું છે કે  નશાના વ્યાપારનું ગુજરાત ને ગ્રહણ લાગી ચૂક્યું છે.સતત દરિયા માર્ગ થી ડ્રગ્સ જેવા નશા ના માદક પદાર્થો ઝડપાઈ રહ્યા છે. પોરબંદર,સુરત,વલસાડ,કચ્છ,જામનગર અને દ્વારકા માંથી ગયા વર્ષથી આજ સુધી કરોડોનું  ડ્રગ્સ ઝડપાયુ છે. આ કિંમતો અને ડ્રગ્સ ની માત્રા ના આંકડા ચોકાવનારા છે.

ચારે બાજુ ફેલાયેલા આ ઝહેરથી યુવા પેઢી ને કેમ બચાવવું…. ???

આ પણ વાંચી શકો :E-Scooter :શું ઈ-સ્કૂટર બંધ થશે?-India News Gujarat

આ પણ વાંચી શકો :Good news for Surat People, RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં વેઇટિંગ ઘટ્યું-India News Gujarat

SHARE

Related stories

Latest stories