HomeGujaratDrinking Water Issue : પીવાના પાણીની સમસ્યા સાથે મહિલાઓનો હલ્લાબૉલ, ઉભરાતી ગટર...

Drinking Water Issue : પીવાના પાણીની સમસ્યા સાથે મહિલાઓનો હલ્લાબૉલ, ઉભરાતી ગટર અને પીવાના પાણીની સમસ્યા – India News Gujarat

Date:

Drinking Water Issue : નગરપાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરાઇ. તાત્કાલિક અસરથી પગલાં લેવા સૂચના અપાઈ.

નઞરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ત્રણમા આવેલ સિધેશ્વરી સોસાયટીના રહીશો ઉભરાતી ગટરો. અને પીવાના ખરાબ પાણીને લઈને ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. જેને લઇ નઞરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી.

પ્રમુખની ચેમ્બરમાં જઈ આ અંગે ઉગ્ર રજૂઆતો કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે. પીવાના પાણીની લાઈનમાં કોઈક કારણોસર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા. ચૂંટાયેલા પ્રતિનિધીને વારંવાર રજૂઆત કરવા છતાં. કોઈક નિરાકરણ ના આવતા સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ હલ્લાબોલ કરી. અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં તેઓએ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈ આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખે ડ્રેનેજ તેમજ પાણી વિભાગના અધિકારીઓને બોલાવી.

તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત

આ અંગે પૃચછા કરતા અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત કરતા. સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી. જોકે નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે પાણી વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરી. આ અંગે તાત્કાલિક પગલાં ભરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો.

Drinking Water Issue : ગંદા પાણી ની સમસ્યા ને લઈને લોકોમાં રોષ

અંકલેશ્વર નગરપાલિકા હમેશા કોઈને કોઈ કારણો થી વિવાદ માં રહે છે. ત્યારે હવે ગંદા પાણી ની સમસ્યા ને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા ના જવાબદાર અધિકારીઓ જલદ કોઈ પગલાં નહીં લે તો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.

તમે આ પણ વાચી શકો છો :

GIFT TO RAM BHAKT : રામ ભક્તોને મોટી ભેટ, આ શહેરોમાંથી શરૂ થઈ અયોધ્યાની ફ્લાઈટ

તમે આ પણ વાચી શકો છો :

INTERIN BUDGET : સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા થશે

SHARE

Related stories

Latest stories