HomeGujaratDRIએ દાણચોરીથી લવાયેલુ રૂ.10 કરોડનું સોનુ ઝડપ્યુ - India News Gujarat

DRIએ દાણચોરીથી લવાયેલુ રૂ.10 કરોડનું સોનુ ઝડપ્યુ – India News Gujarat

Date:

DRIએ 10 કરોડના સોના પ્રકરણમાં ચારને દબોચ્યા- India News Gujarat

DRI સુરતના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે શહેરના લંબે હનુમાન રોડના જ્વેલર્સને ત્યાં દરોડા પાડીને દાણચોરીનું સોનુ ઝડપી પાડ્યું હતું. સાથો સાથ DRI દ્વારા આ પ્રકરણમાં ચાર વ્યક્તિને અટકાયતમાં લઇને તેમની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની સંભાવના DRIના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં DRI દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા ચાર વ્યક્તિની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.- India News Gujarat

DRIએ પહેલા જ્વેલર્સને અને પછી બુલિયનને સકંજામાં લીધા – India News Gujarat 

DRI સુરતની ટીમે પ્રથમ શહેરના લંબે હનુમાન રોડના એક જ્વેલર્સને સાણસામાં લેવામાં આવ્યો હતો. આ સ્થળ પરથી દાણચોરીનું સોનુ હાથ લાગ્યા બાદ DRIએ  મહિધરપુરાના એક બુલિયનને ત્યાં દરોડા પાડી 10 કરોડનું 18 કિલો સોનુ અને 165 નંગ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. આ સાથે જ ડીઆરઆઇએ 4ની અટકાયત પણ કરી છે. સ્મગલિંગનો માલ લઇને આવનાર વ્યકિત દુકાનમાં પ્રવેશ્યો કે તરત જ તેની DRIના અધિકારીઓએ ધરપકડ કરી હતી. DRIના અધિકારીઓ ગ્રાહક બનીને શો-રૂમમાં બેઠા હતા. DRIને શંકા છે કે આ માલ એરપોર્ટ મારફત પ્રવેશ્યો છે. સેઝની શંકા અધિકારીઓને નથી.રૂા.100 કરોડથી વધુનું સોનુ સુરતમાં પ્રવેશ્યુ હોવાની શંકા ડીઆરઆઇને છે.- India News Gujarat

DRIની તપાસમાં મોટા માથાના નામ ખુલવાની સંભાવના- India News Gujarat

DRI સુરત દ્વારા સ્મગલિંગનું સોનુ ઝડપી પાડવાના કેસમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. DRIની તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને DRIની તપાસમાં ગોલ્ડ માર્કેટના મોટા માથાઓ સુધી આ તપાસનો રેલો પહોંચે એવી શક્યતા છે. DRIના અધિકારીઓ હાલમાં ઝડપાયેલા તમામ ગોલ્ડ વેપારીઓની અને તેમની સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં DRIના અધિકારીઓ મોટા ખુલાસા કરશે એવુ લાગી રહ્યુ છે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-PROSTITUION RACKET in surat-સ્પાની આડમાં દેહ વિક્રયનો વેપાર

આપ આ પણ વાંચી શકો છોઃ-Cardio arrestથી બેભાન થયેલી વ્યકિતનો CPR આપી જીવ બચાવી શકાય

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Latest stories