જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ‘જિલ્લા સુખાકારી સમિતિ’ની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) ફેઝ-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૩-’૨૪ માટે એન્યુઅલ ઈમ્પલિમેન્ટેશન પ્લાન(AIP) મુજબના કાર્યોની મંજૂરી આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઘન /પ્રવાહી કચરા/ પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન તેમજ ફિકલ્સ વ્યવસ્થાપનની કામગીરી અંગે વહીવટી મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ આઉટસોર્સથી કર્મચારીની ભરતી અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી ફાળવેલી ગ્રાન્ટને મંજુર કરવા માટેની વિગતો પર વિચારણા કરી જિલ્લા વિકાસ અધિકાર વિવિધ વિભાગોને આંતરિક સંકલન સાધી શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
ઉપરોક્ત બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કો.ઓ દીપકભાઈ ગાયકવાડ, SWM કન્સલ્ટન્ટઓ સંદીપભાઈ ગામીત અને ભાવિકા બેન બરોડિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.