‘સ્વચ્છતા હી સેવા અભિયાન’– સુરત
બારડોલી તાલુકાના ૧૭ સફાઇ કામદારોએ ૨ મેટ્રિક ટન કચરો એકત્રિત કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો:
આગામી બે મહિના સુધી રાજ્યભરમાં ચાલનારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સક્રિય જનભાગીદારી નોંધાવવા બારડોલી તાલુકા ખાતે ૧૭ સફાઇ કામદારોએ વિવિધ સ્થળોએ સફાઇ કાર્ય હાથ ધરાયું હતું. જેમાં તેમણે ૨ મેટ્રિક ટન જેટલો સૂકો કચરો ભેગો કરી તેના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરી હતી.
અત્રે નોંધનીય છે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભ્યાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને લંબાવાયો છે. ત્યારે સમગ્ર સુરત જિલ્લામાં વિવિધ સ્તરે સફાઇ અભિયાન થકી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અને સ્માર્ટ સિટીને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યું છે.