Diamond Broker Robbed: મહિધરપુરા હિરાબજાર પાસેથી પસાર થતા હીરા દલાલને અચાનક ખંજવાળ અને બળતરા થવા લાગતા રોડની સાઈટમાં મોપેટ ઉભી રાખી ખંજવા ગયા હતા તે વખતે અજાણ્યાએ તેમની નજર ચુકવી મોપેડની ડીકીમાંથી રોકડા 9.98 લાખ ચોરી કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
એકાએક ખંજવાળ આવતા મોપેડ સાઈડમાં રોકી
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના વતની તુષાર દિપકભાઈ નારોલા મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામકાજ કરે છે. ગત તા 29 જાન્યુઆરીના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ લાભભાઈુ કેવડીયા નામની હીરા વેપારી પાસેથી રૂપિયા 9,98,052ની કિંમતના 216.26 કેરેટ હિરાનો માલ વેચાણ માટે લઈ ગયા હતા. અને બીજા દિવસે 30મીના રોજ મહિધરપુરા હિરાબજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડીયાને હીરાનો માલ વેચ્યો હતો. વેપારીએ માલના પૈસા 6 ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત તા 6 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટીકની થેલીમા રાખી તેને મોપેડીની ડીકીમાં મૂક્યા હતા. બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં એકાએક તેમને ખંજવાળ અને બળતરા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં ઉભી રાખી હતી.
Diamond Broker Robbed: સમગ્ર ઘટનાના CCTVમાં કૈદ થઈ
જોકે આ દરમ્યાન એક અજાણ્યો ઇસમ તેમની પાસે આવી તેમને શું થાય છે પુછ્યું હતુ. તુષારભાઈને તેમની સાથે વાત કરી નજીકમાં રહેલી આલુપુરીની દુકાનથી પાણી લાવી આપ્યું હતું. જેનાથી તેઓ મોઢુ સાફ કરતા હતા. તે દરમ્યાન અજાણ્યો નજર ચુકવી મોપેડની ડીકીમાંથી રોકડા 9,98,052 ચોરી કરી નાસી ગયો હતો. પોતાના પાસે રહેલા રૂપિયાની ચોરી થઈ હોવાની તુષારભાઈને જાણ થતા તેમણે મહિધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે પોલીસે તુષારભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે જેમાં આખી ઘટના કેદ થવા પામી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: