DGVCLને કારણે ઉદ્યોગકારોનું કરોડોનું રોકાણ અટવાયું
સચીન જીઆઇડીસી વિસ્તારમાંના ટેક્સટાઇલ એકમો ડિજીવીસીએલની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપને કારણે કરોડોના નવાં રોકાણ સામે મોટો પ્રશ્નાર્થ ખડો થયો છે. ઉદ્યોગકારોએ રુ. 500 કરોડથી વધુનું નવું રોકાણ કર્યું હોઇ, ઉદ્યોગકારો સહિત કોન્ટ્રાકરોના પેમેન્ટ અટવાયા છે.
- DGVCL ના અંડરમાં આવતા દરેક ઇન્ડસ્ટ્રિયલ સબ ડિવિઝન માં સાધનોની અછત
- ટ્રાન્સફોર્મર, કંડકટર, 150 સ્કવેર એમએમ.ના કેબલની અછત
ઈલેકટ્રિકલ કોન્ટ્રાક્ટરોના જણાવ્યા મુજબ ફક્ત સચીન જીઆઇડીસી સબ ડિવિઝનજ નહીં પરંતુ DGVCL ના અંડરમાં આવતા દરેક ઇન્ડસ્ટ્રિયલ સબ ડિવિઝન માં પૂરતા સાધનોની અછત છે. અને જેની સીધી અસર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવતા વિવિઘ ઉદ્યોગો પર પડી રહી છે. હાલ તો સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ ઉર્જા મંત્રીને આવેદન આપતા આ આખો મામલો બહાર આવ્યો છે. પરંતુ જો આ મુદ્દે તપાસ થાય તો દરેક સબ ડિવિઝનમાં ઈલેકટ્રિક ઈન્ફ્રાસ્ટ્રચરની અછત ને કારણે થતાં નુકશાની નો આંકડો આશરે 150 કારોડો ને વટાવી શકે એમ છે.
તો બીજી તરફ DGVCL ના કેટલાક લાંચિયા અને ભ્રસ્ત અધિકારીઓ આ તકનો લાભ ઉઠાવી પોતાના ખિસ્સા ભરતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. DGVCL માં ઊભી થયેલી આ શૉર્ટેજ ના કારણે કેટલીક સાંઠગાંઠમાં જરૂરી વીજ પુરવઠો ઊભો કરવા માટે લોકો પાસે રૂપિયા ખંખેરવામાં આવતા હોય તેવી પણ ચર્ચાઑ એ હાલ જોર પકડયું છે.
ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈને આવેદનપત્ર મોકલી રજૂઆત
સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમા મહેન્દ્ર રામોલિયાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈને આવેદનપત્ર મોકલી સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) વીજ ધાંધિયા દૂર કરવા 500 – 200 કેવીના ટ્રાન્સફોર્મર, કંડકટર, 150 સ્કવેર એમએમ.ના કેબલ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે.
ઉદ્યોગકારોની ફરિયાદ છે કે, જીઆઇડીસીના ઉદ્યોગકારોએ 80 થી 90 કરોડ જમા કરાવ્યા પણ DGVCL પાસે પુરતાં સાધનો નથી. સચીન સબ ડિવિઝન કચેરીમાં જરૂરીયાત મુજબનું ઈલેકટ્રિક ઈન્ફ્રાસ્ટ્રચર ઉપલબ્ધ ન હોવાથી ડી.જી.વી.સી.એલ. તરફથી ઉદ્યોગોને સમયસર પાવર સપ્લાય મળી રહ્યો નથી. સચીન ઔદ્યોગિક વસાહતમાં 2250 યુનિટ આવેલા છે. તથા તેને લાગીને નવા ડેવલપ થયેલા લક્ષ્મી ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક મળીને અંદાજીત વધુ 2000 જેટલા નવા ટેક્સટાઇલ યુનિટ કાર્યરત થયા છે.
100 જેટલા ટ્રાન્સફોર્મરના સ્થાપન માટે ઉદ્યોગકારોએ અંદાજીત 80 થી 90 કરોડ રૂપિયા ડીજીવીસીએલ.માં જમાં કરાવી દીધા છે. પણ સચીન સબ ડિવિઝન કચેરી –1 પાસે જરૂરીયાત મુજબનું ઇલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર નથી. 500 અને 200 કેવીએનાં ટ્રાન્સફોર્મરો, કંડકટર અને જરૂરી 150 સ્કવે૨ એમએમના કેબલ પણ ઉપલબ્ધ નહીં હોવાથી ઉદ્યોગોને જરૂરીયાત મુજબનો પાવ૨ સપ્લાય પૂરો પાડી શકાતો નથી.
વીજ કંપની પાસે જરૂરીયાત મુજબનું ઈલેકટ્રીકલ ઈન્ફ્રાસ્ટ્રચ૨ હાજર સ્ટોકમાં ન હોય જે ખુબજ દુખદાયી બાબત છે. સરકારે જીઆઈડીસીમાં વીજ સપ્લાય નિયમિત મળે એ માટે દરમિયાનગિરી કરવી જોઈએ.