HomeGujaratDestructive Fire In Yarn Oil Factory : યાર્ન ઓઈલ બનાવતી ફેક્ટરીમાં આગ,...

Destructive Fire In Yarn Oil Factory : યાર્ન ઓઈલ બનાવતી ફેક્ટરીમાં આગ, આગ ફાટી નીકળતા ભારે અફાતફરીનો માહોલ – India News Gujarat

Date:

Destructive Fire In Yarn Oil Factory : ફાયર જવાનોએ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો ધુમાડાના ગોટેગોટા 10 કિલોમીટર સુધી જોવા મળ્યા.

ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવી લીધો

ઓલપાડના સરસ ગામે યાર્ન ઓઈલ બનાવતી ફેક્ટરી આગ ફાટી નીકળતા ભારે અફાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

સુરત જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિન- પ્રતિદિન આગના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. ઓલપાડ તાલુકાના સરસ ગામનજીક વેસ્ટ કોસ્ટ (ઝીંગા) ની ફેક્ટરી ની બાજુમાં આવેલ શ્યામએન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં બપોરે ૨ વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઓઈલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, ફાયર વિભાગે લગભગ ચાર કલાક સતત લાખો લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. મોડી સાંજ સુધી કૂલિંગ પ્રક્રિયાચાલી રહી હતી.આગ ભભૂકી ઉઠતા આગની જ્વાળાએ ફેક્ટરીમાં યાર્ન ભરેલા ડ્રમને લપેટમાં લેતા બ્લાસ્ટ થયા હતા. વિકરાળ બનેલી આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લેતા ધુમાડાના ગોટેગોટા 10 કિલોમીટર નાં એરિયામાં દૂર દૂર સુધી જોવા મળતા અનેક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Destructive Fire In Yarn Oil Factory : કોઈ જાન હાની નહી થતા લોકો સાથે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો

જ્યારે આગની ઘટનાના પગલે ઓલપાડ પોલીસનો કાફલો, સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જોતરાયો હતા .જો કે કોઈ જાન હાની નહી થતા લોકો સાથે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. શહેરની બહાર ચાલી રહેલી ફેક્ટરીઓમાં છાશવારે આગ જેવી ઘટનાઓ બનતી હોય છે.તંત્ર દ્વારા અનેકોવાર ફાયર સેફટીના સાધનો મુદ્દે તાકીદ કરવા છતાં મોટી મોટી ફેક્ટરીઓમાં બેદરકારી જોવા મળતી હોય છે જોકે આ ઘટનામાં પણ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે..

તમે આ પણ વાંચી સકો છો :

Body Donation: કેનેડામાં મોત પામેલા ગુજરાતી યુવકના પરિવારનો નિર્ણય, દેહદાનની અનોખી ઘટના 

તમે આ પણ વાંચી સકો છો :

Conversation With Selvas Congress Candidate : સેલવાસમા કોંગ્રેસ ઉમેદવાર સાથે ખાસ વાતચીત, સંઘપ્રદેશ સેલવાસ મા હાલ ચુંટણી મા ગરમાટો

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories